________________
असम्प्राप्तकामस्य दशभेदाः
योगसार : ४/९
चतुर्दशप्रकार: दशधा पुनः - दशप्रकारो भवत्यसम्प्राप्त इति ॥१०६२॥ तत्राल्पतरवक्तव्यत्वादसम्प्राप्तं तावदाह - 'तत्थे 'त्यादि, तत्र - द्वयोः सम्प्राप्तासम्प्राप्तयोर्मध्ये असम्प्रातोऽयं - 'अत्थे 'ति अर्थनमर्थ:- अदृष्टेऽपि रमण्यादौ श्रुत्वा तदभिलाषमात्रं ९ चिन्ता - अहो रूपादयस्तस्या गुणा इत्यनुरागेण चिन्तनं २ तथा श्रद्धा-तत्सङ्गमाभिलाष: ३ तथा संस्मरणं-सङ्कल्पिततद्रूपस्यालेख्यादिदर्शनेनात्मनो विनोदनं ४ तथा विक्लवतातद्विरहदुःखातिरेकेणाहारादिष्वपि निरपेक्षता ५ तथा लज्जानाशो - गुर्वादिसमक्षमपि तद्गुणोत्कीर्त्तनं ६ तथा प्रमादः - तदर्थमेव सर्वारम्भेषु प्रवर्त्तनं ७ तथोन्मादोनष्टचित्ततया आलजालजल्पनं ८ तथा तद्भावना-स्तम्भादीनामपि तद्बुद्ध्याऽऽलिङ्गनादिचेष्टा ९ मरणं च भवति दशमोऽसम्प्राप्तकामभेद: १०, इदं च सर्वथा प्राणपरित्यागलक्षणं न ज्ञातव्यं, शृङ्गाररसभङ्गप्रसङ्गात्, किन्तु मरणमिव मरणंनिश्चेष्टावस्था मूर्च्छाप्राया काचिदित्यर्थः इत्थमेवाभिनवगुप्तेन भरतवृत्तिकृताऽपि व्याख्यातत्वादिति । अथ सम्प्राप्तं काममाह - ' संपत्तंपी 'त्यादि, संप्राप्तमपि कामं
"
३३२
છે અને અસંપ્રાપ્ત કામ ૧૦ પ્રકારનો છે. થોડો વિષય હોવાથી અસંપ્રાપ્ત કામ પહેલા કહે છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત એ બે કામોમાં અસંપ્રાપ્ત કામ આ પ્રમાણે છે. ૧. અર્થ એટલે ઇચ્છા કરવી તે. જે સ્ત્રી વગેરેને ન જોઈ હોવા છતાં સાંભળીને તેની ફક્ત ઇચ્છા કરવી તે અર્થ. ૨. ચિંતા એટલે વિચાર કરવો તે. જેમકે ‘અહો...! કેવું સુંદર રૂપ છે’ એમ તે સ્ત્રીના ગુણોને રાગથી વિચારવા તે ચિંતા. ૩. શ્રદ્ધા એટલે તેના મિલનની ઇચ્છા. ૪. સંસ્મરણ એટલે સંકલ્પિત કરેલ તેના રૂપના ચિત્ર વિગેરે જોઈને પોતે આનંદ પામે. ૫. વિક્લવતા એટલે સ્ત્રીના વિરહ દુ:ખની અધિકતાથી આહાર વિગેરેનો ઉપેક્ષાભાવ. ૬. લજ્જાનાશ એટલે વડીલ વિગેરેની સમક્ષ પણ સ્ત્રીના ગુણો ગાવા. ૭. પ્રમાદ એટલે સ્રીની માટે બધાયે આરંભોમાં પ્રવર્તે. ૮. ઉન્માદ એટલે શૂન્યચિત્તપણાથી ગમે તેમ બોલે. ૯. તદ્ભાવના એટલે થાંભલા વિગેરેમાં પણ તે સ્ત્રીની કલ્પનાથી તે થાંભલા વગેરેને ભેટવું. ૧૦. મરણ એ દસમો અસંપ્રાપ્ત કામનો ભેદ છે. અહીં સર્વથા પ્રાણત્યાગરૂપ મરણ ન જાણવું, કેમકે. શ્રૃંગા૨૨સનો ભંગ થઈ જાય, પરંતુ મરણતુલ્ય નિશ્ચેષ્ટ મૂર્છા જેવી કંઈક દશા થવી, તે મરણ જાણવું. ભરત ટીકાકાર અભિનવ ગુપ્તે પણ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે.
હવે સંપ્રાપ્ત કામ સંક્ષેપથી કહે છે. ૧. દૃષ્ટિસંપાત એટલે સ્ત્રીના સ્તન વગેરે