________________
योगसारः ४/१० कामविवशा मुनयोऽपि भवान्धकूपे पतन्ति
३३७ न कृतः, परन्तु दुरुपयोग एव कृतः । ततस्तस्य मानुष्यं जिनधर्मो व्रतानि च दुर्लभानि भवन्ति । व्रतभ्रष्टो मुनिरनेकशो नरकनिगोदेषु भ्रमति । तुच्छस्य विषयसुखस्य भोगसुखस्य वा कृते तेन तीव्रतमं दुर्गतिदुःखं स्वीकृतम् । इत्थं तेन मूर्खता कृता । स्वल्पलाभकृते तेन महती हानिः स्वीकृता । अन्धकूपे गाढमन्धकारं भवति । सोऽतीव गम्भीरो भवति। तत्र पतितो मनुष्यो द्रष्टुं न शक्नोति । स तस्मान्निर्गन्तुमपि न शक्नोति । ततस्तत्रैव स चिरं दुःखं सहते। संसारोऽप्यन्धकूपतुल्यो भवति । तत्र पतितो जन्तुः स्वहितं न पश्यति। स तस्मान्निर्गन्तुं न शक्नोति । अनन्तकालं यावत्स तत्र दुःखमनुभवति । संसारो घोरः । तत्र पतितो जीव आपद्भिः पीड्यते । स सदैव दुःखाकुलो भवति । कूलवालको मुनिः स्त्रीषु लुब्ध्वा सप्तमी नरकपृथ्वीं प्राप्नोत् । कण्डरीकमुनी रसे लुब्ध्वा सप्तमी नरकमहीमवाप्नोत् । दुर्गतिर्मुनिवेषान्न बिभेति । योऽप्यकार्यं करोति सा तमाक्षिपति । ततो मुनिभिरप्यप्रमत्ततया साधना कर्त्तव्या। न मुनिवेषमात्रेण तेषां दुर्गते रक्षणं भविष्यति । यदुक्तमध्यात्मकल्पद्रुमे त्रयोदशे यतिशिक्षोपदेशाधिकारे - 'आजीविकार्थमिह
સદુપયોગ ન કર્યો પણ દુરુપયોગ જ કર્યો. તેથી તેના માટે મનુષ્યભવ, જૈનધર્મ અને વ્રતો દુર્લભ બની જાય છે. વ્રતોથી ભ્રષ્ટ થયેલો મુનિ અનેકવાર નરકમાં અને નિગોદમાં ભમે છે. તુચ્છ એવા વિષયસુખ કે ભોગસુખ માટે તેણે ખૂબ ભયંકર એવું દુર્ગતિનું દુઃખ સ્વીકાર્યું. આમ તેણે મૂર્ખામી કરી. થોડા લાભ માટે તેણે ઘણું નુકસાન સ્વીકાર્યું. અંધારા કૂવામાં બહુ અંધારું હોય છે. તે બહુ ઊંડો હોય છે. તેમાં પડેલો માણસ જોઈ શકતો નથી. તે તેમાંથી નીકળી પણ શકતો નથી. તેથી તે ત્યાં જ લાંબા કાળ સુધી દુ:ખ સહે છે. સંસાર પણ અંધારા કૂવા જેવો છે. તેમાં પડેલા જીવને પોતાનું હિત દેખાતું નથી. તે તેમાંથી નીકળી શકતો નથી. અનંતકાળ સુધી તે ત્યાં દુઃખને અનુભવે છે. સંસાર ઘોર છે. તેમાં પડેલો જીવ આપત્તિઓથી પીડાય છે. તે હંમેશા દુઃખથી આકુળ હોય છે. કૂલવાલક મુનિ સ્ત્રીઓમાં લોભાઈને સાતમી નરકમાં ગયા. કંડરીક મુનિ રસમાં લોભાઈને સાતમી નરકમાં ગયા. દુર્ગતિ સાધુના વેષથી ડરતી નથી. જે પણ અકાર્ય કરે છે, તેને તે ખેંચે છે. તેથી મુનિઓએ પણ અપ્રમત્ત બનીને સાધના કરવી. સાધુના વેષ માત્રથી તેઓ દુર્ગતિથી બચી શકતા નથી. અધ્યાત્મકલ્પદ્રુમમાં તેરમા યતિશિક્ષોપદેશ અધિકારમાં કહ્યું છે – “જો અહીં આ સાધુવેષને તું આજીવિકા માટે ધારણ કરે છે અને કષ્ટોથી ડરતો એવો તું નિર્મળ