________________
योगसारः ४/५ आत्मविजेतैव प्रशस्यः
३१७ प्रविशति । एवं सर्वजगति जितेऽपि यद्यात्मा न जितस्तर्हि स जीवो मुक्तौ न प्रविशति । उक्तञ्च - दशवैकालिकसूत्रे द्वितीयचूलिकायाम् – 'अप्पा खलु सययं रक्खियव्वो, सविदिएहिं सुसमाहिएहि । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण મુરૂ દ્દા ત્તિ વેમ ' (છાયા – માત્મા તુ સતત ક્ષિતવ્ય: સર્વેન્દ્રિઃ सुसमाहितैः । अरक्षितो जातिपथमुपैति, सुरक्षितः सर्वदुःखेभ्यो मुच्यते ॥१६॥ इति ब्रवीमि ।) ततो जगद्विजेतारो न श्रेष्ठवीराः, परन्त्वात्मविजेतैव श्रेष्ठवीरः । यो दुष्करं करोति स एव महान्गण्यते । जगज्जयः सुकरः, पुण्यसाध्यत्वात् । आत्मजयो दुष्करः, सत्त्वसाध्यत्वात् । तत आत्मविजेतैव प्रशस्यः । आत्मा कषायान्मित्राणि मत्वा पुनः पुनस्तेषां साहाय्यमाकाङ्क्षति । सोऽभीक्ष्णं कषायान्करोति । स विषयग्रामेषु लुभ्यति । इदं कषायविषयाऽऽसेवनं तेनाऽनादिकालादभ्यस्तम् । ततस्तस्मिस्तेषां कषायविषयाणां दृढाः संस्काराः सञ्जाताः । ततः कषायविषयान्प्राप्य स क्षिप्रं तेषु सजति । कषायविषयपाशेभ्य आत्ममोचनं दुष्करं भवति । अल्पमलयुक्तं वस्त्रं सुखेन क्षालयितुं शक्यते । यदि માને તો તેનું ચક્ર આયુધશાળામાં ન પ્રવેશે. આમ આખું જગત જીતવા છતાં પણ જો આત્મા ન જિતાયો તો તે જીવનો મુક્તિમાં પ્રવેશ થતો નથી. દશવૈકાલિકસૂત્રની બીજી ચૂલિકામાં કહ્યું છે - “બધી ઇન્દ્રિયોને ખૂબ સમાધિવાળી કરીને આત્માનું ખરેખર સતત રક્ષણ કરવું. નહિ રક્ષાયેલો આત્મા જન્મના માર્ગે (સંસારમાં) જાય છે, સારી રીતે રક્ષણ કરાયેલો તે બધા દુઃખોથી મુક્ત થાય છે – એમ હું કહું છું. (૧૬) માટે જગતને જીતનારાઓ શ્રેષ્ઠ વીરો નથી, પરંતુ આત્માને જીતનારો જ શ્રેષ્ઠ વીર છે. જે મુશ્કેલ કાર્ય કરે છે, તે જ મહાન ગણાય છે. જગતને જીતવું સહેલું છે, કેમકે તે પુણ્યથી સાધ્ય છે. આત્માનો જય કરવો મુશ્કેલ છે, કેમકે તે સત્ત્વથી સાધ્ય છે. તેથી આત્માને જીતનારો જ પ્રશંસાપાત્ર છે. આત્મા કષાયોને મિત્ર માનીને ફરી ફરી તેમની મદદની અપેક્ષા રાખે છે. તે વારંવાર કષાય કરે છે. તે વિષયોના સમૂહોમાં લોભાય છે. આ કષાયો અને વિષયોને સેવવાનું તેણે અનાદિકાળથી શીખેલું છે. તેથી તેનામાં તે કષાયો-વિષયોના દઢ સંસ્કારો પડ્યા છે. તેથી કષાયોવિષયોને પામીને તે જલ્દીથી તેમનામાં આસક્ત થાય છે. કષાયો-વિષયોની જાળમાંથી આત્માને છોડાવવો મુશ્કેલ છે. ઓછા મેલવાળું કપડું સહેલાઈથી ધોઈ શકાય છે. જો કપડાં ઉપર મેલ દઢ રીતે લાગ્યો હોય તો તે કપડું મુશ્કેલીથી ચોખું થાય છે.
5