________________
યોગાસા: ૪/૪ कषायविषय-नसत्त्वस्य मनो विचलति
३१५ ताः प्रवचनसारोद्धा-रादिग्रन्थान्तरेभ्यो ज्ञेयाः । ग्रन्थविस्तरभियाऽस्माभिरत्र ता न प्रतिपाद्यन्ते । इत्थं मुनिर्गुरुवचनं पालयति, शास्त्राण्यधीते, भावनाश्च भावयति । एतत्सर्वं तावदेव भवति यावन्मुनेर्मनः स्थिरीभवति । कषायविषयैः कस्यचिद्धीनसत्त्वस्य मुनेर्मनो विचलति । ततः स गुरुवचनं विस्मरति । स शास्त्रज्ञानमपि विस्मरति । भावना अपि तन्मनसः पलायन्ते । ततस्तस्य सर्वोऽपि यत्नो निरर्थको भवति । स पुनः पूर्ववत् स्वैरं प्रवर्त्तते । स कषायाविष्टो भवति । सोऽनुकूलविषयेषु रागं करोति । स प्रतिकूलविषयेषु द्वेषं करोति । इत्थं मोक्षप्रापकगुरुवचन-शास्त्राभ्यास-भावनाः स मुधा गमयति । एवं हीनसत्त्वस्य भवति । यस्य चित्तं सत्त्वशीलं न भवति तस्य चित्तमेव कषायविषयैर्विचलति । ततः स गुरुवचनादिकं विस्मृत्य पुनः सांसारिकभावेषु प्रवर्त्तते । सत्त्वशीलं चित्तं कषायविषयैर्न विचलति । सात्त्विकः कषायविषयान्न गणयति । स गुरुवचनादिकमेव बहुमन्यते । ततस्तदनुसारेण निर्मलं संयमं प्रपाल्य स स्वीयां मुक्तिं नेदीयसीं करोति ।
इत्थं हीनसत्त्वानामनर्थं दृष्ट्वा चित्तं सत्त्वपूर्णं कर्त्तव्यम् ॥४॥ જાણી લેવી. ગ્રંથનો વિસ્તાર થવાના ભયથી અમે અહીં તે બતાવતાં નથી. આમ મુનિ ગુરુદેવનું વચન પાળે છે, શાસ્ત્રો ભણે છે અને ભાવનાઓ ભાવે છે. આ બધું ત્યાં સુધી જ થાય છે, જ્યાં સુધી મુનિનું મન સ્થિર રહે છે. કષાયો અને વિષયોથી કોઈક અલ્પસર્વેવાળા મુનિનું મન વિચલિત થાય છે. તેથી તે ગુરુદેવનું વચન ભૂલી જાય છે. તે શાસ્ત્રોના જ્ઞાનને પણ ભૂલી જાય છે. ભાવનાઓ પણ તેના મનમાંથી ભાગી જાય છે. તેથી તેનો બધો પ્રયત્ન નકામો જાય છે. તે ફરીથી પહેલાંની જેમ સ્વછંદ રીતે પ્રવર્તે છે. તે કષાયોના આવેશમાં આવે છે. તે અનુકૂળ વિષયોમાં રાગ કરે છે, તે પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરે છે. આમ મોક્ષ આપનાર ગુરુવચન-શાસ્ત્રાભ્યાસ-ભાવનાઓને તે ફોગટ ગુમાવે છે. આમ અલ્પસત્ત્વવાળાને થાય છે. જેનું મન સત્ત્વશીલ હોતું નથી, તેનું મન જ કષાયો-વિષયોથી વિચલિત થાય છે. તેથી તે ગુરુદેવના વચન વગેરેને ભૂલીને ફરી સાંસારિક ભાવોમાં પ્રવર્તે છે. સત્ત્વશીલ ચિત્ત કષાયો-વિષયોથી વિચલિત થતું નથી. સાત્ત્વિક જીવ કષાયોવિષયોને ગણકારતો નથી. તે ગુરુદેવના વચન વગેરેને જ બહુ માને છે. તેથી તેને અનુસારે નિર્મળ સંયમ પાળીને તે પોતાના મોક્ષને નજીક કરે છે.
આમ અલ્પસત્ત્વવાળા જીવોના નુકસાનને જોઈને ચિત્ત સત્ત્વથી પૂર્ણ કરવું. (૪)