________________
३१४ द्वादशभावनास्वरूपम्
योगसारः ४/४ रिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥७०॥ रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः ? ॥७२॥ मनोवाक्कायकर्माणि, योगाः कर्म शुभाशुभम् । यदास्त्रवन्ति जन्तूनामास्त्रवास्तेन कीर्तिताः ॥७४॥ सर्वेषामास्त्रवाणां तु, निरोधः संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥७९॥ संसारबीजभूतानां, कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥८६॥ स्वाख्यातः खलु धर्मोऽयं, भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न मज्जेद् भवसागरे ॥९२॥ कटिस्थकरवैशाखस्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्णं स्मरेल्लोकं, स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०३॥ प्राप्तेषु पुण्यतः श्रद्धा-कथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्, बोधिरत्नं सुदुर्लभम् ॥१०९॥' एतासां भावनानां विस्तृतस्वरूपावगमाय शान्तसुधारसं विलोकनीयम् । मैत्र्याद्याश्चतस्रो भावनाः पूर्वमेव ग्रन्थकारेणाऽस्माभिश्च न्यक्षेण प्रतिपादिताः । पञ्चानां महाव्रतानां प्रत्येकं पञ्च पञ्च भावनाः सन्ति । ततः पञ्चविंशतिर्महाव्रतभावना भवन्ति । શરીરની સાથે ભિન્નપણું છે, ત્યાં ધન, ભાઈ, મિત્રોનું ભિન્નપણું કહેવું મુશ્કેલ નથી. (૭૦) કાયા રસ, લોહી, માંસ, ચરબી, હાડકાં, મેદ, વીર્ય, આંતરડા, મળરૂપી અશુચિઓનું સ્થાન છે. તેથી તે પવિત્ર શી રીતે હોય? (૭૨) જે કારણથી મનવચન-કાયાના કાર્યોરૂપી યોગો જીવોના શુભ કે અશુભ કર્મને લાવે છે, તે કારણથી તે આસ્રવ કહેવાય છે. (૭૪) બધા આગ્નવોના નિરોધને સંવર કહેવાય છે. તે ફરી દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારમાં ભેદાય છે. (૭૯) સંસારના બીજ જેવા કર્મો ખરવાથી અહીં તેને નિર્જરા કહેવાય છે. તે બે પ્રકારે છે - સકામનિર્જરા અને અકામનિર્જરા. (૮૬) જિનેશ્વર ભગવંતોએ આ ધર્મને સારી રીતે કહ્યો છે, જેનું આલંબન લેનાર સંસારસમુદ્રમાં ડૂબતો નથી. (૯૨) કેડે હાથ રાખેલ અને વૈશાખસ્થાનમાં (પગ પહોળા કરીને) રહેલ મનુષ્યના આકાર જેવા, સ્થિર રહેવાઉત્પન્ન થવા-નાશ પામવાના સ્વરૂપવાળા દ્રવ્યોથી ભરાયેલ લોકનું સ્મરણ કરવું. (૧૦૩) પુણ્યથી શ્રદ્ધા-કહેનાર-શ્રવણ મળવા છતાં પણ તત્ત્વોના નિશ્ચયરૂપ તે સમ્યક્તરત્ન બહુ દુર્લભ છે. (૧૦૯)' આ ભાવનાઓનું વિસ્તૃત સ્વરૂપ જાણવા માટે શાન્તસુધારસ ગ્રંથ જોવો. મૈત્રી વગેરે ચાર ભાવનાઓ પહેલાં જે ગ્રંથકારે અને અમે વિસ્તારથી બતાવી છે. પાંચ મહાવ્રતોની દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. તેથી મહાવ્રતોની પચીશ ભાવનાઓ છે. તે પ્રવચનસારોદ્ધાર વગેરે અન્ય ગ્રંથોમાંથી