________________
योगसारः ४/६ हीनसत्त्वाः परीषहोपनिपाते दीना भवन्ति
३२१ सम्यक्त्वं, एते द्वाविंशतिः परीषहाः ॥२६०॥) परीषहाणां विशेषस्वरूपावगमार्थमुत्तराध्ययनसूत्रस्य द्वितीयमध्ययनं विलोकनीयम् । परीषहा जीवान्पीडयन्ति । तैर्व्याकुलिता जीवा अकार्यमपि कुर्वन्ति । हीनसत्त्वाः परीषहान्सोढुं न शक्नुवन्ति । परीषहोपनिपाते ते दीना भवन्ति । तेऽसंयममपि सेवन्ते । रौद्रपरीषहै/रा अपि विचलन्ति । तेऽसमञ्जसं चेष्टन्ते । ते तीव्रमेधाविनोऽपि सन्तोऽल्पसत्त्वा भवन्ति । ततस्ते परीषहैर्निर्जीयन्ते । साधकस्तु रौद्रपरीषहाणामुपनिपातेऽपि तेभ्यो न बिभेति । प्रत्युत तदा कर्मक्षपणावसरं मत्वा स प्रमोदते । स तान्परीषहान्सम्यक्सहते । ततश्च स प्रभूतां कर्मनिर्जरां करोति । जलक्षेपणेनाऽग्निनिर्वाति । घृतक्षेपणेनाऽग्निः प्रज्वलति । हीनसत्त्वस्य साधना परीषहोपनिपाते निर्वाति । सत्त्वाधिकानां साधना परीषहोपनिपाते प्रज्वलति । ततस्तत्साधनाऽग्नौ तस्य कर्माणि प्रज्वल्य भस्मसाद्भवन्ति । ततस्तस्याऽऽत्मा कर्मभिर्मुक्तो भवति । साधको न केवलं परीषहान्सम्यक्सहते, परन्तु परीषहाणामभावे स स्वयं परीषहानुदीरयति । हीनसत्त्वाः परीषहेभ्यो दूरं धावन्ति । ते तान्निवारयन्ति । उत्तमसत्त्वास्तु परीषहाणां પરીષહોના વિશેષ સ્વરૂપને જાણવા ઉત્તરાધ્યયનસૂત્રનું બીજું અધ્યયન જોવું. પરીષહો જીવોને પીડે છે. તેનાથી વ્યાકુળ જીવો અકાર્ય પણ કરે છે. અલ્પસત્ત્વવાળા જીવો પરીષદોને સહન કરી શકતા નથી. પરીષહો આવે ત્યારે તેઓ દીન બની જાય છે. તેઓ અસંયમને પણ સેવે છે. ભયંકર પરીષહોથી ધીર પુરુષો પણ વિચલિત થાય છે. તેઓ ગમે તેવી ચેષ્ટાઓ કરે છે. તેઓ તીવ્ર બુદ્ધિશાળી હોય તો પણ અલ્પસત્ત્વવાળા બની જાય છે. તેથી તેઓ પરીષહોથી જિતાય છે. સાધક તો ભયંકર પરીષહો આવે તો પણ તેમનાથી ડરતો નથી, ઊલટું કર્મ ખપાવવાનો અવસર માનીને તે ખુશ થાય છે. તે તે પરીષહોને સારી રીતે સહે છે. તેથી તે ઘણી કર્મનિર્જરા કરે છે. પાણી નાંખવાથી અગ્નિ બુઝાઈ જાય છે. ઘી નાંખવાથી અગ્નિ પ્રજવલિત થાય છે. અલ્પસત્ત્વવાળાની સાધના પરીષહો આવવા પર બુઝાઈ જાય છે. સાત્ત્વિક જીવોની સાધના પરીષહો આવવા પર વધુ પ્રજ્વલિત થાય છે. તેથી તેના સાધનારૂપી અગ્નિમાં તેના કર્મો બળીને રાખ થઈ જાય છે. તેથી તેનો આત્મા કર્મોથી મુક્ત થઈ જાય છે. સાધક માત્ર પરીષહોને સારી રીતે સહન જ કરતો નથી, પણ પરીષહો ન આવે તો તે પોતે પરીષહોની ઉદીરણા કરે છે. અલ્પસત્ત્વવાળા જીવો પરીષહોથી દૂર ભાગે છે. તેઓ તેમને અટકાવે છે. ઉત્તમસત્ત્વવાળા જીવો તો પરીષહોની સામે દોડે છે. તેઓ તેમને સહર્ષ સ્વીકારે છે. જે