________________
३२६
हीनसत्त्वा उपसर्गापातेऽसंयम सेवन्ते योगसारः ४/७ - उपसर्जनमुपसर्गः, तेन ततो वा उपसृज्यते यस्मात् । स दिव्य-मानुषतैर्यग्योनाऽऽत्मसंवेदनाभेदः ॥३००५॥ हास्यप्रद्वेषविमर्शोभयपदभेदतो भवेद् दिव्यः । एवमेव मानुषः, कुशीलप्रतिसेवनचतुर्थः ॥३००६॥ तिर्यङ् भयप्रद्वेषाऽऽहारापत्यादिरक्षणार्थं वा । घट्टनस्तम्भनप्रपतनलेशनतो वाऽऽत्मसंवेद्यः ॥३००७॥)
संसारेऽनेकश उपसर्गा आपतन्ति । जना असंयमसेवनेन तान्निवारयन्ति । हीनसत्त्वाः प्राकृतजना उपसर्गापाते बिभ्यति । ततस्ते तान्न सहन्ते, परन्तु तन्निवारणोपायाँश्चिन्तयन्ति । ततस्तेऽसंयमाऽऽसेवनेनोपसर्गेभ्यः स्वात्मनो रक्षणं कुर्वन्ति । असंयमाऽऽसेवने तेषां भयो न भवति । ते निर्भयीभूत्वाऽसंयममासेवन्ते । इत्थं ते उपसर्गीयन्ते । ते सम्यक्सहनेनोपसर्गान्जेतुं न शक्नुवन्ति । मुनयोऽपि सर्वे न सत्त्वशालिनः । ततोऽल्पसत्त्वा मुनयः साधुत्वं प्राप्याऽपि प्राकृतजनवच्चेष्टन्ते । ते उपसर्गोपनिपाते भीरवो भवन्ति । तेऽसंयमाऽऽसेवने धीरा भवन्ति । कश्चिद्विरलो मुनिः सात्त्विको भवति । स उपसर्गेभ्यो न बिभेति । स धीरीभूयोपसर्गान्सम्यक्सहते । स उपसर्गजनितपीडया स्वात्मनः कर्मक्षयं विचिन्त्य मोदते । स उपसर्गकर्तृणां कर्मबन्धं विचिन्त्य व्यथितो भवति । सोऽसंयमाद्बाढं (300५,3006, 300७) (विशेषावश्य(माध्य)" (3४) ।
સંસારમાં અનેક વાર ઉપસર્ગો આવે છે. લોકો અસંયમ સેવીને તેમને નિવારે છે. અલ્પસત્ત્વવાળા સામાન્ય લોકો ઉપસર્ગો આવે ત્યારે ડરે છે. તેથી તેઓ તેમને સહન કરતાં નથી, પણ તેમને નિવારવાના ઉપાયો વિચારે છે. તેથી તેઓ અસંયમ સેવીને ઉપસર્ગોથી પોતાનું રક્ષણ કરે છે. અસંયમને સેવવામાં તેમને ડર લાગતો નથી. તેઓ નિર્ભય થઈને અસંયમને સેવે છે. આમ તેઓ ઉપસર્ગોથી જિતાય છે. તેઓ સારી રીતે સહન કરીને ઉપસર્ગોને જીતી શકતા નથી. મુનિઓ પણ બધા સત્ત્વશાળી હોતા નથી. તેથી અલ્પસત્ત્વવાળા મુનિઓ સાધુપણું પામીને પણ સામાન્ય માણસની જેમ વર્તે છે. તેઓ ઉપસર્ગો આવવા પર ડરી જાય છે. તેઓ અસંયમને સેવવામાં ધીર હોય છે. કોઈક વિરલ મુનિ સાત્ત્વિક હોય છે. તે ઉપસર્ગોથી ડરતો નથી. તે ધીર બનીને ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે. તે, ઉપસર્ગોથી થતી પીડા વડે પોતાના કર્મો ખપે છે, એમ વિચારી ખુશ થાય છે. તે ઉપસર્ગ કરનારાઓના કર્મબંધને વિચારીને દુઃખી થાય છે. તે અસંયમથી બહુ ડરે છે. અસંયમને સેવવાથી બંધાયેલા અશુભ કર્મોના ઉદયથી આવનારા દુર્ગતિના દુઃખોને વિચારીને તે અસંયમ