________________
३१८
सत्त्वशाल्यात्मानं जयति
योगसार : ४/५
1
वस्त्रे दृढं मलं भवति तर्हि तद्वस्त्रं कृच्छ्रेण शुद्धं भवति । आत्मना कषायविषयसंस्कारा दृढमभ्यस्ता: । तत आत्माऽतिदुर्जयो भवति । उक्तञ्चोपदेशमालायाम् - 'अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होई, अस्सि लोए परत्थ य ॥१८५॥' (छाया - आत्मैव दमयितव्य, आत्मैव खलु दुर्दमः । आत्मा दान्त: सुखी भवति, अस्मिन् लोके परत्र च ॥ १८५ ॥ )
सत्त्वशाल्यात्मानं जयति । स कषायविषयेषु न सजति । दृढानपि तान्स प्रचण्डसत्त्वेन निहन्ति । तत आत्मा कषायविषयपाशेभ्यो मुक्तो भवति । एवमात्मनो विजयो भवति । ये कषायविषयानपास्याऽऽत्मानं जयन्ति ते सात्त्विका जगति विरलाः । शेषं सर्वमपि जगद्धीनसत्त्वत्वात् कषायविषयाणामधीनं भवति । य आत्मानं जयति स दुर्गतिदुःखानि जयति । य आत्मानं न जयति स दुर्गतिदुःखैर्जीयते । उक्तञ्च श्रीवैराग्यरङ्गकुलके 'जेण जिओ निअअप्पा, दुग्गइदुखाइं तेण जिणिआई । जेणप्पा नेव जिओ, सो उ जिओ दुग्गइदुहि ॥२४॥' (छाया येन जितो निजात्मा, दुर्गतिदुःखानि जितानि । येनात्मा न जितः स तु जितः दुर्गतिदुःखैः ||२४|| )
,
-
-
આત્માએ કષાયો-વિષયોના સંસ્કારોનો દૃઢ રીતે અભ્યાસ કરેલો છે. તેથી આત્મા બહુ મુશ્કેલીથી જિતાય એવો છે. ઉપદેશમાળામાં કહ્યું છે - ‘આત્મા જ દમન કરવા યોગ્ય છે. આત્મા જ ખરેખર મુશ્કેલીથી દમાય એવો છે. દમન કરાયેલો આત્મા આલોકમાં અને પરલોકમાં સુખી થાય છે. (૧૮૫)'
સત્ત્વશાળી જીવ આત્માને જીતે છે. તે કષાયો-વિષયોમાં આસક્ત થતો નથી. દઢ એવા તેમને તે પ્રચંડ સત્ત્વથી હણે છે. તેથી આત્મા કષાયો-વિષયોની જાળમાંથી મુક્ત થાય છે. આમ આત્માનો વિજય થાય છે. કષાયો-વિષયોને છોડીને જેઓ આત્માને જીતે છે, તે સાત્ત્વિક જીવો જગતમાં થોડા હોય છે. બાકીનું આખું જગત અલ્પસત્ત્વવાળું હોવાથી કષાયો-વિષયોને પરાધીન છે. જે આત્માને જીતે છે તે દુર્ગતિના દુઃખોને જીતે છે. જે આત્માને જીતતો નથી તે દુર્ગતિના દુઃખોથી જિતાય છે. શ્રીવૈરાગ્યરંગકુલકમાં કહ્યું છે - ‘જેણે પોતાના આત્માને જીત્યો તેણે દુર્ગતિના દુઃખોને જીતી લીધા. જેણે આત્માને ન જીત્યો તે દુર્ગતિના દુઃખોથી જિતાયો. (૨૪)’