________________
३०९
योगसारः ४/३ मुनिः सर्वं सावधं योगं प्रत्याख्याति
वैराग्यवासितो मुमुक्षुः प्रायः चतुर्विधसङ्घसमुपस्थितौ सद्गुरुहस्तेन प्रव्रज्यां गृह्णाति । तदा स समवसरणस्थानां जिनानां जिनप्रतिमानां वा चतुर्विधसङ्घस्य च समक्षं सकलं सावा योगं मनसा वचसा कायेन करणकारणानुमतिभिः प्रत्याख्याति । अत्र योगशब्दस्यायमर्थःमनोवाक्कायव्यापारः । स द्विविधः-सावधो निरवद्यश्च । येन पापकर्मणां बन्धो भवति स सावधो योगः । येन पापकर्मणां बन्धो न भवति स निरवद्यो योगः । सावधयोगानां प्रत्याख्यानं द्विविधं भवति - देशेन सर्वेण च । श्रावका देशेन सावद्ययोगानां प्रत्याख्यानं कुर्वन्ति । मुनिः सर्वान्सावद्ययोगान्प्रत्याख्याति । तदपि प्रत्याख्यानं स त्रिभिर्योगैस्त्रिभिः करणैश्च करोति । तद्यथा - स मनसा सर्वसावद्ययोगान स्वयं करोति नाप्यन्यैः कारयति न च कुर्वन्तमन्यमनुमन्यते । स वचसाऽपि सर्वसावद्ययोगान्न स्वयं करोति नाप्यन्यैः कारयति न च कुर्वन्तमन्यमनुमन्यते । स कायेनाऽपि सर्वसावधयोगान स्वयं करोति नाप्यन्यैः कारयति न च कुर्वन्तमन्यमनुमन्यते । इत्थं स जिनस्य सङ्घस्य च समक्षं महाप्रतिज्ञां करोति । ततः स्तोककालं यावत्स तां यथाविधि पालयति । सात्त्विकस्तां यावज्जीवं यथाविधि पालयति ।
પીયાવૃત્તિનો ભાવાનુવાદ - વૈરાગી મુમુક્ષુ પ્રાયઃ ચતુર્વિધ સંઘની હાજરીમાં સદ્ગુરુના હાથે દીક્ષા લે છે. ત્યારે તે સમવસરણમાં રહેલા ભગવાન કે ભગવાનની પ્રતિમાની અને ચતુર્વિધ સંઘની સામે બધા પાપવ્યાપારોના મનથી, વચનથી અને કાયાથી કરણ-કરાવણ-અનુમોદનાના નિષેધની પ્રતિજ્ઞા લે છે. અહીં યોગ શબ્દનો આ અર્થ છે – મન-વચન-કાયાની પ્રવૃત્તિ. તે બે પ્રકારે છે – સાવદ્ય અને નિરવદ્ય. જેનાથી પાપકર્મ બંધાય તે સાવદ્યયોગ. જેનાથી પાપકર્મ ન બંધાય તે નિરવદ્યયોગ. સાવઘયોગોનું પચ્ચખાણ બે રીતે થાય છે – દેશથી અને સર્વથી. શ્રાવકો દેશથી સાવદ્યયોગોનું પચ્ચખ્ખાણ કરે છે. મુનિ બધા સાવદ્યયોગોના પચ્ચખાણ કરે છે. તે પચ્ચખ્ખાણ પણ તે ત્રણ યોગો વડે અને કરણ વગેરે ત્રણ વડે કરે છે. તે આ પ્રમાણે – તે મનથી બધા સાવદ્યયોગોને પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરનારા બીજાની અનુમોદના કરતો નથી. તે વચનથી પણ બધા સાવદ્યયોગોને પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરનારા બીજાની અનુમોદના કરતો નથી. તે કાયાથી પણ બધા સાવદ્યયોગોને પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરનારા બીજાની અનુમોદના કરતો નથી. આમ તે ભગવાન કે સંઘની સમક્ષ મોટી પ્રતિજ્ઞા કરે છે. પછી થોડા સમય સુધી તે વિધિપૂર્વક તેનું પાલન કરે છે. સાત્ત્વિક તે