________________
३१०
धैर्यवर्जितः प्रत्याख्यातं पुनः सेवते યોગાસF: 8ારૂ परन्तु कस्यचित् शिथिलमनसो मुनेः शनैः शनैः सत्त्वं हीयते । स दोषानतिचारांश्च सेवते । स स्वात्मानं विस्मरति । प्रतिज्ञाभङ्गजपापकर्मणाऽऽत्मा दुर्गतौ दुःखीभविष्यतीति स न चिन्तयति । स केवलं वर्तमानकालमेव पश्यति । प्रतिज्ञाभङ्गो जिनस्य सङ्घस्य स्वात्मनश्च द्रोहरूप इति स न चिन्तयति । सोऽल्पेनैहिकसुखेन लुभ्यति । सोऽल्पेनैहिकदुःखेन त्रस्यति । ततः स हतोत्साहो भवति । स कातरतामवलम्बते । स गलिबलवर्दसदृशो भवति । सिंहवन्निष्क्रम्य स शृगालसदृशो भवति । प्रतिज्ञापालनं तस्मै दुष्करं भासते । महाव्रतभारं वो, सोऽसमर्थो भवति । ततः स प्रतिज्ञां भनक्ति । प्रत्याख्यातान्सर्वसावधयोगान्स पुनः सेवते। यदा वस्त्रमण्डपे प्रभूता उपलाः क्षिप्यन्ते तदा तद्भारेणाऽऽक्रान्तः स पतति । एवं यदा संयमजीवनेऽतिचाराणां बाहुल्यं भवति तदा तन्नश्यति । स मुनिः पुनर्गृहस्थो भवति । अथवा स मुनिवेषेऽपि सावद्यमाचरति । स जिनस्य सङ्घस्य च विश्वासघातं करोति । कोऽपि तं न विश्वसिति । तं दृष्ट्वा जनानामन्येषु शोभनानुष्ठानेषु साधुष्वपि विश्वासो न जायते । ते तानपि तत्सदृशान्मन्यन्ते । ततश्च ते जिनधर्मविमुखा भवन्ति । પ્રતિજ્ઞાને જીવનપર્યત વિધિપૂર્વક પાળે છે. પણ કોઈક શિથિલ મનવાળા મુનિનું ધીમે ધીમે સત્ત્વ ઘટે છે. તે દોષો અને અતિચારોને સેવે છે. તે પોતાના આત્માને ભૂલી જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવાથી બંધાયેલા પાપકર્મથી આત્મા દુર્ગતિમાં દુઃખી થશે એમ તે વિચારતો નથી. તે માત્ર વર્તમાનકાળને જ જુવે છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો એ ભગવાનના, સંઘના અને પોતાના આત્માના દ્રોહરૂપ છે, એમ તે વિચારતો નથી. તે આ ભવના થોડા સુખથી લોભાય છે. તે આ ભવના થોડા દુ:ખથી ત્રાસ પામે છે. તેથી તેનો ઉત્સાહ મરી પરવારે છે. તે કાયર બની જાય છે. તે ગળિયા બળદ જેવો બને છે. સિંહની જેમ દીક્ષા લઈને તે શિયાળ જેવો બની જાય છે. પ્રતિજ્ઞાનું પાલન તેને મુશ્કેલ લાગે છે. મહાવ્રતોનો ભાર વહન કરવા તે અસમર્થ બને છે. તેથી તે પ્રતિજ્ઞાને તોડી નાંખે છે. છોડી દીધેલા સાવઘયોગોને તે ફરી સેવે છે. જ્યારે કપડાના મંડપમાં ઘણા પથ્થરો નંખાય છે, ત્યારે તેના ભારથી ભારે થઈને તે પડી જાય છે. એમ જ્યારે સંયમજીવનમાં અતિચારો વધી જાય છે, ત્યારે તે નાશ પામે છે. તે મુનિ પાછો ગૃહસ્થ બની જાય છે. અથવા તે મુનિવેષમાં પણ સાવદ્ય આચરે છે. તે ભગવાનનો અને સંઘનો વિશ્વાસઘાત કરે છે. કોઈ પણ તેનો વિશ્વાસ કરતું નથી. તેને જોઈને લોકોને બીજા સારી ક્રિયા કરનારા સાધુઓ ઉપર પણ વિશ્વાસ થતો નથી. તેઓ તેમને પણ તેમની જેવા માને છે. તેથી તેઓ જૈન ધર્મથી વિમુખ બને છે.