________________
योगसारः ४/२
सत्त्वशीलो जिनधर्ममाराधयति
३०५
1
यथाकथञ्चिन्न भवति । हीनसत्त्वास्तमाराद्धुं न शक्नुवन्ति । जिनधर्मे दर्शिता व्रत-नियमतपः-क्रियाऽऽचारा अप्रमत्ततया सेव्याः, न यथा तथा । यथाविध्यासेविता एव ते यथोक्तं फलं ददति । साधुभिः साध्वाचारो यावज्जीवं दृढतया पालनीयः । तैः क्वचिदपि न विश्रमितव्यम् । श्रावकैरपि गृहीतव्रतानि दृढतया पालनीयानि । सङ्घसत्कदेवद्रव्यादिद्रव्याणां व्यवहारस्तैः निष्कपटभावेन शास्त्रोक्तमर्यादया कर्त्तव्यः । इत्थं हीनसत्त्वैर्जिनधर्मोऽनुष्ठातुं दुष्करः । सत्त्वशीलैः स सुखेनाऽनुष्ठीयते । अतो जिनधर्माराधनस्य योग्यता सात्त्विके एवाऽस्ति । ततो जिनधर्माराधनार्थं चित्तं सत्त्वेन भूषणीयम् ॥१॥
अवतरणिका - प्रथम श्लोके उक्तं - हीनसत्त्वस्य धर्माधिकारो नास्तीति । द्वितीयश्लोके तस्य कारणं दीपयति
-
:
मूलम् - हीनसत्त्वो यतो जन्तु- र्बाधितो विषयादिभिः । बाढं पतति संसारे, स्वप्रतिज्ञाविलोपनात् ॥२॥ अन्वयः यतो हीनसत्त्वो जन्तुर्विषयादिभिर्बाधितः (सन् ) स्वप्रतिज्ञाविलोपनात् संसारे बाढं पतति ॥२॥
-
જીવો તેની આરાધના કરી શકતા નથી. જૈન ધર્મમાં બતાવેલા વ્રત, નિયમ, તપ, ક્રિયા અને આચારો અપ્રમત્ત થઈને આચરવા, જેમ તેમ નહીં. વિધિપૂર્વક આચરાયેલા તે યથોક્ત ફળને આપે છે. સાધુઓએ જીવનના છેડા સુધી સાધ્વાચારનું દૃઢ રીતે પાલન કરવું. તેમણે ક્યાંય પણ વિશ્રામ કરવો નહીં. શ્રાવકોએ પણ લીધેલા વ્રતો દેઢતાપૂર્વક પાળવા. સંઘના દેવદ્રવ્ય વગેરે ધનની વ્યવસ્થા તેમણે નિષ્કપટભાવે શાસ્ત્રમાં કહેલ મર્યાદાપૂર્વક કરવી. આમ અલ્પસત્ત્વવાળાઓ માટે જૈન ધર્મની આરાધના મુશ્કેલ છે. સાત્ત્વિક જીવો તેને સુખેથી આરાધી શકે છે. માટે જૈન ધર્મને આરાધવાની યોગ્યતા સાત્ત્વિકમાં જ છે. માટે જૈન ધર્મની આરાધના કરવા માટે ચિત્તને સત્ત્વથી શણગારવું. (૧)
અવતરણિકા - પહેલા શ્લોકમાં કહ્યું કે અલ્પસત્ત્વવાળાને ધર્મનો અધિકાર નથી. બીજા શ્લોકમાં તેનું કારણ બતાવે છે -
શબ્દાર્થ - કેમકે અલ્પસત્ત્વવાળો જીવ વિષયો વગેરેથી પીડિત થયો થકો પોતાની પ્રતિજ્ઞાનો લોપ કરીને સંસારમાં દૂર સુધી પડે છે. (૨)