________________
યોગદષ્ટિ સમુચ્ચય (અસત્ય)ને દેષ લાગે તે દૂર કરવા ઈચ્છાયોગથી નમસ્કાર કરે છે. સર્વ જગ્યાએ ઉચિત પ્રવૃત્તિ કરવી તે જ યોગ્ય છે. આ ત્રણ યોગનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે. શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ ઘણું ઊંચા દરજજાના છે તેથી તે યોગ વડે નમસ્કાર કરે બની શકે નહિ, માટે ઈચ્છાયોગથી નમસ્કાર કરેલ છે. વીરભગવાન કેવા છે? તે કહે છે કે –
જિત્તમ” આ વિશેષણ છે, નામાદિ વીરને વ્યવચ્છેદ કરે છે. રાગદ્વેષાદિ શત્રુને જીતનાર હોવાથી સર્વે વિશિષ્ટ મૃતધરાદિ જિન કહેવાય છે. તે બતાવે છે કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાનીજિન, કેવલજ્ઞાનીજિન આ તમામ જિનમાં ઉત્તમ, કેવલજ્ઞાનપણાને લઈ તથા તીર્થંકરપણાને લઈ, પ્રભુ મહાવીરદેવ જિનેત્તમ છે. આમ કહેવાથી પ્રભુના તથા ભવ્યત્વ પરિપકવાણાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ બેધિબીજના લાભથી આરાધન કરેલ અહંત પદાદિના વાત્સલ્ય ભાવથી ઉપાર્જિત કરેલ મહાન્ પુણ્યરૂપ તીર્થંકર નામકર્મના વિપાક (ફલરૂ૫) બીજાને પરમપદ સંપાદન કરાવનાર કર્મકાય અવસ્થા–સમવસરણ અવસ્થા જણાવી. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની જે સમગ્ર અવસ્થા તે ધર્મકાય અવસ્થા જાણવી, વળી પ્રભુ કેવા છે. તે કહે છે, “અગ.” મન, વચન અને કાયાના વ્યાપાર રૂપ જે યોગો તે જેઓને હવે નથી. આને લઈને પ્રભુ યોગરહિત છે, આમ કહેવાથી પ્રભુની શૈલેશી અવસ્થાના ઉત્તરકાલમાં થનાર સંપૂર્ણ કર્મ અભાવરૂપ તથા ભવ્યત્વ પરિક્ષયથી પ્રગટ થયેલ પરમજ્ઞાન તથા સુખ લક્ષણથી કૃતકૃત્ય થવાથી પરિપૂર્ણપણે પરમ ફલરૂપ તત્ત્વકાયાવસ્થા-સિદ્ધાવસ્થાને જણાવે