Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
पार्श्वनाथपदद्वंद्वं नत्वा सीमंधरप्रभोः । स्तवस्य वार्तिकं कुर्वे स्वपरानुग्रहाय वै ॥१॥
એ તવનમાં પ્રાઈ ગાથાઓના અર્થ અન્વય કરી કહીયું,પણિ પાધરો નહીં કહેવાઈ જે માટે ખરો અર્થ તો બસસેં. તે પદ આગળપાછલ જોડીને પોતાની બુદ્ધિ વિચારી જોજો .
ઢાળ પહેલી
(એ છીંડી કિહાં રાખી - એ દેશી) શ્રી સીમંધર સાહિબ આગઈ, વીનતડી એક કીજે; મારગ શુદ્ધ મયા કરી મુઝ, મોહનમૂરતિ દીજે રે. જિનજી, વીનતડી અવધારો. એ આંકણી ૧[૧-૧]
શ્રીપદ્મવિજય મ. કૃત બાલાવબોધઃ શ્રી ક0 બાહ્ય-અત્યંતર લક્ષ્મી. બાહા લક્ષ્મી અતિશય ૩૪ પ્રાતિહાર્યાદિક, અભ્યતર લક્ષ્મી કેવલજ્ઞાનાદિક. તેણે કરી યુક્ત એહવા સીમંધર નામે સાહિબ, તે આગલિ એક અદ્વિતીય વિનતી કરીછે એતલે શુદ્ધ માર્ગ ઉલખવા રૂપ વિનતી કરી છે. તે ઉપરાંતિ બીજી વીનતી નથી. તે માટે એક મયા ક0 કૃપા મુઝ ઉપરિ કરીને હે મોહનમૂરતિ વલ્લભમૂરતિ શુદ્ધ મારગ દીજે ક0 ઘો, આપો. રત્નત્રયી રૂપ મોક્ષમારગ તે શુદ્ધ મારગ કહિછે. અથવા અનેક દર્શની વિતથ સંવાદી સ્વદર્શની નામથી તે પણિ વિપરીતભાષી તે સાચું માનવું તે અશુદ્ધ મારગ કહીશું. અને તે સર્વ ઉવેખી જૈન માર્ગની સ્યાદ્વાદ શૈલીશું જે માર્ગ ઓલખવો તે શુદ્ધ માર્ગ કહીછે, તે શુદ્ધ માર્ગસેવી અનેક ભવ્ય જીવ સ્વસંપદાના ભોગી થયા તે માટે વિનતી કરિશું છે. તે જિનજી! રાગદ્વેષના જીતણહાર વીનતી અવધારો ક૦ કેવલજ્ઞાને કરી અમ્હારી વીનતી જાણો.૧ [૧-૧] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org