Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તેહમાં કુવાસના વામવા યોગ્ય હોય તે રૂડા. એ વામ્ય કુવાસન એતલા પદનો અર્થ થયો. જે અનુવાસન ક૦ વાસ્યા જ નથી કુવાસનાઇ, નવા ઘડા છે, તે પણિ રૂડા. ઇમ ‘વિશેષાવશ્યક’માં છે. અથવા વામ્ય-અવામ્ય ઘટની ભાવના ‘નંદીસૂત્રની-વૃત્તિ'થી જાણવી. ઉક્ત ચ
'इहिं भद्दभावा, कुवासणावासिया वि नो दुट्ट्ठा । उज्जुमइणो सुकंखा, ते देसारहगा उत्ता ||१|| '
એહવા હોય અને પૂર્વોક્ત કારણે એકાકીપણિ ગીતાર્થ વિના રહે. ઇતિ ભાવઃ. ૧૧૯ [૬.૨૦]
–
સુ॰ જ્ઞાની ભગવંતથી અળગા - એકાકી રહેવાનાં ઘણાં કારણો પણ હોય છે. તેમાંનું એક અશિવ કારણ અહીં લખીએ છીએ. સાધુ જો જ્ઞાનાદિક અતિશયને કારણે બાર વર્ષ આગળનું જાણે કે અમુક વર્ષે અશિવ થશે અથવા તો જ્યારે પણ અશિવ અંગે જાણે ત્યારે સાધુ ત્યાંથી વિહાર કરે.તે વખતે જે માંદા સાધુ વિહાર ન કરી શકે તે એકલા રહી શકે.
આવા કારણે સાધુ ઋજુભાવે એકાકી રહે તેમને જ આ એકાકીપણું યોગ્ય છે. અન્યથા નહીં.
ઘટ બે પ્રકારના - ભાવિત અને અભાવિત.
ભાવિતના બે ભેદ – શુભ દ્રવ્યે ભાવિત અને અશુભદ્રવ્યે ભાવિત. તે બન્નેના બબ્બે ભેદ-વામ્ય અને અવામ્ય (જેની વાસના ટાળી શકાય અને જેની ટાળી ન શકાય)
આમાંથી કુવાસના ટાળી શકાય એવા હોય તે રૂડા. તથા જે કુવાસનાથી વાસિત થયા નથી તેવા નવા ઘટ તે પણ રૂડા. આવા જે દેશારાધક હોય તે પણ ગીતાર્થ વિના એકાકી રહી શકે.
'અજ્ઞાની ગુરુ તણે નિયોગે, અથવા શુભ પરિણામ રે, ‘કમ્મપયડી’ સાખિ સુદૃષ્ટિ, કહિઈ એહનો ઠામ રે. ૧૨૦ સા[૬-૨૧]
સુ॰ કોઈ અજ્ઞાની ગુરુની નિશ્રામાં રહેતો હોય અથવા જેની પરિણતિ શુભ હોય તેવા સુષ્ટિવંત જીવને ‘કમ્મપયડી’ ગ્રંથની સાક્ષીએ દેશારાધક કહી શકાય.
૧. હસ્તપ્રતમાં ૧૨૦મી ગાથાનો પં. શ્રી પદ્મવિજયનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે.
૮૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org