Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ ચૌદમી બા, પૂર્વ ઢાલમાં ભાવશ્રાવકનું લક્ષણ કહ્યું. તે ભાવશ્રાવક હોય તે દ્રવ્યસાધુ કહી અને દ્રવ્યસાધુ હોય તે ભાવસાધુપણું પામે. તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર, તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે હો તું ગુણભંડાર. સાહિબજી, સાચી તારી વાણી. ૨૭૩ [૧૪-૧]
બાતે ભાવસાધુપણું પામે, જે ભાવશ્રાવક પૂર્વે કહ્યા તેહવા સાર ક0 પ્રધાન થયા હોય તેહના ક0 તે ભાવસાધુનાં સાત લક્ષણ છે. સવિ જાણે હો તું ગુણભંડાર ક0 હે ગુણભંડાર ! જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યસુખ-દાન-લાભ-ભોગ-ઉપભોગાદિક ગુણના ભંડાર ! તો સર્વ જાણો. કેવલજ્ઞાન કેવલદર્શન કરી પદ્રવ્યનું ભાજન થાય છે તે માટે તે સાહિબજી! તુમ્હારી વાણી તે સાચી છે, સત્ય છે, એટલે એ ભાવ : જે આચાર્યપરંપરા તથા જીત તથા પ્રકરણાદિકમાં જે ભાવ કહ્યા છે તે તુમ્હારી વાણી છે. તે કોઈનું કલ્પિત નથી. ૨૭૩ [૧૪-૧]
સુવે આગળ કહ્યા તે ભાવશ્રાવક ભાવસાધુપણું પામે તેનાં સાત લક્ષણ છે. હે પ્રભુ ! પ્રકરણ આદિમાં જે ભાવ કહ્યા છે તે તમારી જ વાણી છે; કલ્પિત નથી. કિરિયા મારગ અનુસારિણી', શ્રદ્ધા પ્રવર અવિવાદર, ઋજુભાવે પન્નવણીજજલ્લા, કિરિયામાં હો નિત્યે અપ્રમાદક. સાહિબજી, સાચી તાહરી વાણી. ર૭૪ [૧૪-૨] પં. પાવિજયજીકૃત બાલાવબોધ
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org