Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
યદ્યપિ અપરિણતમતિ જાણે, પણ નિશ્ચયનય તો અતિ ગંભીર, તે ઉપયોગરૂપ નયની ખબરિ ન પડે. ઇતિ ભાવ.
એ વ્યવહારનય એકલો માને તેમને ઠબકો દીધો. હવે એકલો નિશ્ચયનય માને તેમને ઠબકો દીધું છે. કેટલાઇક પ્રાણી ભેદ લવ જાણતા ક0 ભેદનો લવ જાણતા, મારગને તજે ક૦ મારગ છાંડી દીઇ એટલે અંશ માત્ર કાંયક શીખ્યું સાંભવ્યું છે. તેવું વચન જાણે, તેહમાં મહા અહંકાર ધરતા ઇમ જાણે જે “નિશ્ચય સ્વરૂપની વાતો આપણે જાણી છી, એવી કોણ જાણે છે ? અને આપણે આત્મસ્વરૂપ જાણું એટલે ક્રિયાનું કામ છે? ક્રિયા તો જ્ઞાનની દાસી છે.ઇત્યાદિક વચન બોલી ક્રિયા ન કરે અને માર્ગ છાંડે. ઈતિ ભાવ.
હોય અતિ પરિણતિ ક0 એ રીતે અતિપરિણામી થાય. એહવા અતિપરિણામી સ્યુ કરે તે કહે છઇં. પરસમય થિતિ ભજે ક0 સમય જે સિદ્ધાંત તેહની પર જે ઉત્કૃષ્ટી સ્થિતિ, જે મર્યાદા તેહને ભજે, એટલે સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટી સ્થિતિ જે નિશ્ચયની વાતો કરવી તે ભજે ક0 કરે, અથવા પરસમય થિતિ ભજે ક0 અન્યદર્શનીની સ્થિતિને ભજે, એટલે એકાંત નિશ્ચયનયવાદી તે પરદર્શની કહિછે. તિવારે ઈણિ પરદર્શનની સ્થિતિ ભજી. ઈતિ ભાવ. ૩૩૦ [૧૬-૧૫]
સુ0 કેટલાક અપરિણામી (વ્યવહારનયવાળા) જીવોને વિવિધ ભેદોની ખબર જ નથી પડતી. તેઓ ઉત્સ-અપવાદ, નિશ્ચય-વ્યવહારના ભેદ જાણતા જ નથી. કેમકે શુદ્ધજય અતિ ગંભીર છે. અપરિણામતિ જીવો આગળના નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નય યદ્યપિ જાણે, પણ નિશ્ચયનયની ખબર તેમને ન પડે. કેવળ વ્યવહારનય જાણનારને આ ઠપકો.
હવે કેવળ નિશ્ચયનયને માનનારને ઠપકો છે. કેટલાક જીવો ભેદનો અંશ માત્ર, ક્યાંકથી શીખ્યું-સાંભળ્યું વચન જાણે તેમાં તો ભારે અભિમાન રાખતા કહેવા માંડે કે “અમે જે નિશ્ચય સ્વરૂપની વાતો જાણીએ છીએ એવી કોણ જાણે છે ? વળી આત્મસ્વરૂપ જાણ્યું એટલે ક્રિયાનું શું કામ છે? ક્રિયા તો જ્ઞાનની દાસી છે” આવાં વચન બોલી ક્રિયા ન કરીને માર્ગ ત્યજે. આવા અતિપરિણામી જીવો સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટ સ્થિતિની, નિશ્ચયની
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org