Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
છું. તથા તુમ્હારી આણાવંત તેહને મિત્ર કરી જાણું છું. સાધર્મિક સંબંધપણા માટે. ઇતિ ભાવ. ૩૪૫ [૧૭-૫]
સુ) લોકસમૂહનો જે ગાડરિયો પ્રવાહ તે તો વેલો છે. રાજાનો એટલે કે તમારો આ દાસ તે સર્વને ઉવેખે છે. કેવળ તમારી જ આજ્ઞામાં જે રંગાયા છે તેમને જ મારો આત્મા મિત્ર ગણે છે. આણ જિનભાણ તુઝ એક હું શિર ધરું અવરની વાણી નવિ કાનિ સુણી સર્વ દર્શન તણું મૂલ તુઝ શાસનું, તેણે તે એક સુવિવેક કુણઈ. આજd ૩૪૬ [૧૭-૬]
બા, હે જિનભાણ, જિન જે સામાન્ય કેવલી તેહમાં ભાણ - સૂરજ સરીખા, આણ ક૦ આજ્ઞા, તુઝ ક0 તાહરી એક અદ્વિતીય, હું શિર ધરું ક0 મસ્તકે ધરું. અવરની વાણી ક0 બીજાની વાણી નવિ કાનિ સુણીઈ ક0 કાને ન સાંભલી છે. એટલે વીતરાગની આજ્ઞા આદરીઇ, પણિ અપર જે રાગીષી તેહનાં વચન કાને ન ધરી છે. ઈતિ ભાવ. સર્વદર્શન ક0 સમ્યકત્વ, જે કારણે સકલ નય શ્રદ્ધાઈ સમ્યક્ત્વ યદુક્ત મહાભાષ્ય
'जावंतो वयणपहा तावंतो वा नया विससद्दाओ । ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे' ॥१॥
[વિશેષા. ભાષ્ય, ગા.૨૨૬૫] ઇતિ વચનાતું. તે સમક્તિનું મૂલ તુઝ શાસન ક0 તાહરી આજ્ઞા છે. અથવા પદર્શનનું મૂલ તે તુઝ શાસન છે. એટલે સર્વદર્શન તે તમારા જ દર્શનનો અંશ છે. ઇતિ ભાવ. તેણે કરુ તે કારણ માટે તે ક0 તુમ્હારી આજ્ઞા તેહજ એક અદ્વિતીય સુવિવેક ક0 ભલે વિવેકે કરી સ્વવી છીછે, એતલે સર્વદર્શનનું મૂલ છાંડી અવર સ્તવના કુણ કરઈ ? ઇતિ ભાવ. ૩૪૬ [૧૭-૬]
સુ0 હે જિનભાણ ! કેવળ તારી જ આજ્ઞા મસ્તકે ધરુ, અન્યની વાણી કાને સાંભળું નહીં. વીતરાગની આજ્ઞા આદર્યા પછી અન્ય રાગદ્વેષીઓનાં વચન કાને ધરાય નહીં. સમકિતનું મૂળ તમારી આજ્ઞામાં પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org