Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કલશ ઈમ સકલ સુખકર દુરિત ભયહર સ્વામી સીમંધર તણી, એ વીનતી જે સુણે ભાવે, તે લઈ લીલા ઘણી; શ્રી નવિજય બુધ ચરણસેવક, જસવિજય બુધ આપણી, રુચિ શક્તિ સારુ પ્રગટ કીધી શાસ્ત્ર-મર્યાદા ભણી. ૩૫૪ | ઇતિ શ્રી સીમંધર જિનવિજ્ઞપ્તિ સંપૂર્ણ. સંવત્ ૧૮૯૨ના વર્ષે પ્રથમ અસાઢ વિદિ ૧ દિને શ્રી બુધવારે લિખાવીત સંવિજ્ઞપક્ષીય પં.શ્રી રૂપવિજયજી.લિ.માત્મા મેઘજી શ્રી ભુજવાલા શ્રી.
બાળ જિમ નવે પ્રાસાદ કરાવે તેહને માથે કલશ ચઢાવે તિવારે સંપૂર્ણ થયો તિમ આ તવન રૂપ પ્રાસાદ નીપનો. તે સંપૂર્ણ કરવા માટે કલશ કહે છે.
ઇમ ક0 એ રીતે સકલ સુખના કરણહાર, દુરિત ક0 પાપ, તેહનો જે ભય તેહના હરણહાર એહવા સ્વામી જે નાયક શ્રી સીમંધર પ્રમુખ તેહ ભણી એહ વીનતી કહી. જે સુણે ભાવે ક૭ જે ભક્તિ ભાવે કરી સાંભલે તે લહે ક0 તે પ્રાણી પામે, લીલા ઘણી ક0 ઘણી સુખલીલા પામઇં.
શ્રી નયવિજય બુધ ક0 પંડિત તેહુના ચરણસેવક ક0 ચરણકમલની સેવાનો કરણહાર એહવા યશોવિજય, વિબુધ ક૦ પંડિત તેહુઈ, આપણી શક્તિ સારુ ક0 પોતાની શક્તિ પ્રમાણે રુચિ પ્રગટ કીધી ક0 શ્રદ્ધાભાવની રુચિ તે પ્રગટ કરી દેખાડી, જે આ રીતે સ્યાદ્વાદની રુચિ ચિત્તમાં હતી તે પ્રગટ થઈ. પણ એ સર્વ અધિકાર કહ્યો ને રુચિ પ્રગટ કરી તે કિમ કરી તે કહે છે, જે શાસ્ત્રમર્યાદા ભણી ક0 શાસ્ત્રની મર્યાદાઇ ભણી – કહીને રુચિ પ્રગટ કરી. ઇતિ ભાવે.
સુ0 જેમ નૂતન પ્રાસાદને માથે કળશ ચઢાવે તેમ આ સ્તવનપ્રાસાદને સંપૂર્ણ કરવા કળશ કહે છે.
સિકલસુખદાયક, પાપહારક એવા શ્રી સીમંધરને અહીં કરેલી વીનતી જે ભક્તિભાવે સાંભળે તે જીવ ઘણી સુખલીલા પામે. શ્રી નયવિજય પંડિતના ચરણસેવક યશોવિજય પંડિતે શક્તિ અનુસાર આ કૃતિ દ્વારા ચિત્તમાં રહેલી સ્યાદ્વાદની રુચિ-શ્રદ્ધા શાસ્ત્રમયદિામાં રહીને પ્રગટ કરી.
| ઇતિ શ્રી સીમંધર સ્તવન ટબાર્થ સંપૂર્ણ પં. પવિજયજીકૃત બાલાવબોધ
૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org