Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તીર્થ” કહ્યું છે તે તીર્થ તો “ગીતાર્થ સંવિગ્ન' હોય તેનાથી જ સંભવે. જ્ઞાનક્રિયાથી મોક્ષ છે” એમ કહ્યું છે. સંવિગ્ન” શબ્દથી ક્રિયાવંત અને ગીતાર્થ” શબ્દથી જ્ઞાનવંત સમજવા. આવા સંવિન” અને “ગીતાર્થથી જે ઇતર તે બધા એરંડા સમાન સમજવા. જગતમાં એમની કશી ગણના નથી. શાસ્ત્ર અનુસાર જે નવિ હટે તાણી નીતિ તપગચ્છની તે ભલી જાણી જીત દાખે જિહાં સમય સારુ બુધા, નામ ને ઠામ કુમતે નહીંજસ મુલા. ૩૩૩ [૧૬-૧૮]
બા, તે પરમાર્થે સંવિગ્ન ગીતાર્થ તેહને કહિછે જે શાસ્ત્રને અનુસાર હઠે ન તાણે, અક્ષર શાસ્ત્રના દેખે એટલે પોતાનો કદાગ્રહ મૂકી દીઇં. એવી નીતિ તપગચ્છની ભલી ક0 ઘણી ઉત્તમ છે, એટલે તપગચ્છમાં પંચાંગી પ્રકરણાદિક સુવિહિતના કર્યા ગ્રંથ તે સર્વ પ્રમાણ છે ઈમ જાણી છે. ઇતિ ભાવ: જિહાં ક0 જે તપગચ્છ, તેહને વિષે બુધા ક0 પંડિતલોક તે સમય સારુ ક0 સિદ્ધાંત પ્રમાણે જીત દાખે ક0 વર્તમાનકાલની જીત દેખાડે છે. જે તપાગચ્છનાં નામ અને ઠામ ક0 સ્થાનક તે, કુમતે ક0 કદાગ્રહે, મુધા ક0 ફોકટ, જસ ક0 જેહનાં નહીં ક નથી, એતલે નામઠામ સર્વ ગુણનિષ્પન્ન છે. ૩૩૩ [૧૬-૧૮]
સુ0 સંવિગ્ન ગીતાર્થ પરમાર્થે તેને કહેવાય જે શાસ્ત્ર અનુસાર પોતાનો હઠાગ્રહ-મમત છોડી દે. તપગચ્છની આ ઉત્તમ નીતિ છે એટલે જ તપગચ્છમાં પંચાંગી પ્રકરણ આદિ ગ્રંથો પ્રમાણ છે. આ તપગચ્છમાં પંડિતજનો સિદ્ધાંત અનુસાર વર્તમાનકાળનો જીત દર્શાવે છે. આ તપગચ્છનાં નામ, સ્થાનક વૃથા નથી, પણ ગુણનિષ્પન્ન છે. નામ નિગ્રંથે છે, પ્રથમ એહનું કહ્યું પ્રથમ અડપાટ લગે ગુરુ ગુણે સંગ્રહ્યું મંત્ર કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ થયું નામ કૌટિક તદો. ૩૩૪ [૧૬-૧૯] પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org