Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ હવે તપાગચ્છનાં નામ ધૂર થકી અનુક્રમે ગુણનિષ્પન્ન છે તે કહે છે. પ્રથમ શ્રી સુધર્માસ્વામીથી નિગ્રંથ એવું નામ પ્રથમ કહ્યું ૧. તે પ્રથમના આઠ ૮ પાટ લગે ગુરુ ગુણે ક0 મોટે ગુણે કરી નિસ્પૃહિતા રૂપ ગુણ સંગ્રહ્યું ક0 ગ્રહ્યું છે. પછે નવમે પાટે સુસ્થિત/સુપ્રતિબુદ્ધ એહવે બે નામે આચાર્ય કોટિવાર મંત્ર સૂરિમંત્ર જપીને રહ્યા. બીજા આચાર્ય લક્ષવાર તથા સવાલક્ષ જપે એતલે થયું, અને એ આચાર્યે કોડિવાર જપ્યો તેહ કારણ થયું ક0 તે હેતુઈ, તદા ક0 તિવારે નામ કૌટિક થયું ક0 કોટિક નામ કહેવાણું. એતલે એ નામ પણ ગુણનિષ્પન્ન છે. પણ કોઈ મત કદાઝતું નથી. ૩૩૪ [૧૬-૧૯]
સુવ હવે આરંભથી તપાગચ્છનાં ગુણનિષ્પન્ન નામ અનુક્રમે કહે છે. પ્રથમ શ્રી સુધમસ્વામી. આઠમી પાટ સુધી એમના નિઃસ્પૃહતા આદિ મોટા ગુણોથી સુગ્રાહ્ય થયા. નવમી પાટે સુસ્થિત /સુપ્રતિબુદ્ધ નામે બે આચાર્યોએ કરોડ વખત સૂરિમંત્ર જપ્યો. આ હેતુએ તેમના સમુદાયનું કૌટિક નામ કહેવાયું. પનર પાટિ શ્રી ચંદ્રસૂરે કર્યું ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું સોલમે પાટિ વનવાસી નિર્મમ મતિ, નામ વનવાસી સામંતભદ્રો યતી. ૩૩૫ [૧૬-૨૦]
બાળ તે કૌટિક ગચ્છ ૧૪ ચૌદ પાટ લગે ચાલ્યું. તિવાર પછી પનરમે પાટે શ્રી વજસેન આચાર્યના શિષ્ય આર. તે કેહા ? લક્ષ્યમૂલ્યની હાંડી ચડી તિવારે બીજે દિને સુગાલ થયે ઇમ કહી જીવાડ્યા, તે વ્યવહારીઓ તથા ચ્યાર પુત્રએ ઉપગાર જાણી ચારિત્ર લીધું. તે પ્યાર શિષ્ય નાગેન્દ્ર ૧, ચંદ્ર ૨, વિદ્યાધર ૩, નિવૃત્તિ ૪ થયા. તે ચ્યારે આચાર્યપદ પામ્યા. તેમાં ચંદ્ર નામા આચાર્ય પનરમે પાટે થયા. તેહુથી ચંદ્ર ગચ્છ નામ નિર્મલપણે ત્રીજું વિસ્તાર પામ્યું, તે પણિ ગુણનિષ્પન્ન થયું. પણ મત કદાગ્રહ નથી થયું. (૩). સોલમાં પાટને વિષે વનવાસી ક0 વનમાં વસ્યા નિર્મમમતિ, મમત્વ રહિત મતિ છે જેહની એહવા આચાર્ય થયા. તે કારણે વનવાસી
૨૪)
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org