Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એહ ખટ નામ ગુણઠામ તપ ગણ તણાં શુદ્ધ સહણ ગુણરયણ એહમાં ઘણાં; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગિ દેવતા. ૩૩૮ [૧૬-૨૩]
બા, એહ ખટ નામ ક0 એ છનામ પણિ છે, કેહવાં છે ગુણઠામ ક0 ગુણસ્થાનક છે, તપગણ તણા ક0 તપાગચ્છનાં જાણવાં. શુદ્ધ સદ્હણ ક0 શુદ્ધ શ્રદ્ધાવંત, ગુણરયણ ક0 ગુણરૂપ રત્ન, એહમાં ક0 એહ તપાગચ્છમાં ઘણાં છે. એટલે શ્રદ્ધાવંત ગુણવંત ઘણા છે. એહ અનુગત પરંપર કત્સતંતર (સંતત) પરંપરા આવી એટલે જેહની પરંપરામાં ગૂટી નથી પડી તેહનું નામ અનુગત પરંપરા કહિછે. ભણી ક0 તે માટે, સેવતા ક0 સેવા કરતા એહવા કોણ તે કહે છે. જ્ઞાનયોગી વિબુધ ક0 જ્ઞાન સંયોગવંતા વિબુધ જે પંડિત તે સેવા કરે છે, અનુગત પરંપરાની. ઇતિ યોગ. પ્રગટ જગદેવતા ક0જગતને વિષે પ્રગટપણે દેવતા જ છે. ઇતિ ભાવ. એતલે પંડિત લોક શુદ્ધ પરંપરાની જ સેવા કરે. ઇતિ હૃદયાર્થ. ૩૩૮ [૧૬-૨૩] - સુ૦ તપાગચ્છનાં આ છ નામ ગુણયુક્ત છે. તપાગચ્છમાં ગુણરત્નો ઘણાં છે. એની પરંપરા તૂટી નથી તેથી તેને અનુગત પરંપરા કહીએ. જ્ઞાનસંયોગી પંડિતો આ પરંપરાની સેવા કરે છે. જગતમાં તેઓ પ્રગટપણે દેવતા જ છે. તેથી તેઓ આ શુદ્ધ પરંપરાની જ સેવા કરે. કોઈ કહે મુગતિ છે વીણતાં ચીથરા, કોઈ કહે સહજ જિમતાં ઘરિ દહિથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહી જ્ઞાનયોગે કિયા સાધતા તે સહી. ૩૩૯ [૧૬-૨૪]
બા, હવે સર્વ અધિકાર કહીને છેહડે નિશ્ચય-વ્યવહારનય ફલાવવા તે લાવે છે. કોઈ કહે ક0 વ્યવહારવાદી કહે છે જે મુગતિ છે ક0 મુગતિ પામીઇ. વીણતાં ચીથરાં ક0 પડિલેહણ “પડિકમણાં', ફાટાંગૂટાં વસ્ત્રાદિક પહેરવાં ઇત્યાદિક કષ્ટ કરતાં મુક્તિ પામી છે, તથા વ્યવહારનય ઈમ કહે. કોઈ કહે ક0 નિશ્ચયનયવાદી કહે છે, સહજ રીતિ ઘરને વિષે દહીંથરાં જિમતાં, ઉપલક્ષણથી ઘેબર મોદક પ્રમુખ લીજીઈં એતલઈ એ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org