Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
નામ ચોથું કહેવાણું. તે આચાર્યનું નામ સામંતભદ્રો ક૦ સામંતભદ્ર આચાર્ય યતી ક૦ જિતેન્દ્રી હતા. એ નામ પણ ગુણનિષ્પન્ન છે, પણિ કદાગ્રહે નથી થયું. (૪). ૩૩૫ [૧૬-૨૦]
સુ॰ આ કૌટિક ગચ્છ ચૌદ પાટ સુધી ચાલ્યો. ૧૫મી પાટે શ્રી વજ્રસેન આચાર્યના ચાર શિષ્ય થયા. લાખ રૂપિયાના ચોખા ગંધાશે તેના બીજે દિવસે સુકાળ થશે એમ કહીને પોતાને જીવાડ્યા તેનો ઉપકાર માની વેપારી અને એના ચાર પુત્રોએ ચારિત્ર લીધું. એ ચાર શિષ્યો તે નાગેદ્ર, ચંદ્ર, વિદ્યાધર, અને નિવૃત્તિ. તે ચારેય આચાર્ય થયા. ૧૫મી પાટે ચંદ્રસૂરિ આચાર્ય. તેથી ત્રીજું ચંદ્ર ગચ્છ એવું નામ પડ્યું. ૧૬મી પાટે વનવાસી આચાર્ય થયા તે સામંતભદ્ર. તેથી ચોથું વનવાસી નામ પડ્યું.
પાટિ છત્રીસમે સર્વદેવાભિધા,
સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા;
વડ તલે સૂરિષદ આપીઉ તે વતી,
વલીય તસ બહુ ગુણૈ જેહ વાધ્યા યતી. ૩૩૯ [૧૬-૨૧]
બાળ તે વનવાસી બિરુદ પાંત્રીસ પાટ લગે ચાલ્યું. પછે છત્રીસમે પાટે સર્વદેવ નામે આચાર્ય થયા. તે આચાર્યથી વડગચ્છ એહવું નામ થયું. પણિ શ્રવણે ક0 કાનને વિષે સુધા ક૦ અમૃત સરીખું મીઠું લાગે. તેહનું હેતુ કહે છે. વડ તલે સૂરિપદ આપીઉ કર વડ હેઠલ આચાર્યપદ આપ્યું. તે વતી ક૦ તે વાસ્તે વડગચ્છ નામ થયું, પાંચમું (૫). વલી વડગચ્છ નામ થયું તેહનું બીજું હેતુ કહે છે. બહુગુણે ક∞ બહુગુણે કરીને, તસ કજ તે આચાર્યને જેહ વાધ્યા યતી ક૦ યતી પણિ બહુ વધ્યા એટલે વડની પરે વિસ્તાર પામ્યા, માટે વડગચ્છા કહેવાણા. એ નામ પણિ ગુણનિષ્પન્ન છે. પણ કદાગ્રહે નથી. ૩૩૬ [૧૬-૨૧]
સુ૦ આ વનવાસી બિરુદ ૩૫ પાટ સુધી રહ્યું. ૩૬મી પાટે સર્વદેવ આચાર્ય થયા. તે વડગચ્છા કહેવાયા. કેમકે વડ હેઠળ સૂરિષદ અપાયું. વડગચ્છ નામનું બીજું કારણ એ છે કે આ આચાર્યનો ઘણો મોટો શિષ્યસમુદાય વડની પેઠે વિસ્તર્યો. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૨૪૧
www.jainelibrary.org