Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ સત્તરમી
બાળ હવે સત્તરમી ઢાલ કહે છે. તેને પૂર્વ ઢાલ સાથે એ સંબંધ જે પૂર્વ ઢાલને અંતે સ્યાદ્વાદદષ્ટિ-સિદ્ધિ કહી એહવી દૃષ્ટિ પોતાની થઈ તેહથી તપનો હર્ષ કરી બોલે છે.
(કડખાની દેશી)
આજ જિનરાજ, મુઝ કાજ સીધાં સર્વે, વીનતી માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં લહ્યો તુઝ કૃપારસ થકી, તો હૂઈ સંપદા પ્રકટ સારી.
આજ૦ ૩૪૧[૧૭-૧]
બા૦ આજ જિનરાજ ક0 હે જિનરાજ, આજ ક૦ જે દિન સ્યાદ્વાદદૃષ્ટિઇં ઉલખાણ થયું તે દિન કવીશ્વરનો વર્તમાન છે. તે આજ કહીઇં. મુઝ કાજ સીધાં સર્વે ક0 મ્હારાં જે કાર્ય તે સર્વ સિદ્ધ થયાં. સ્યા માટે, જે મ્હારી વીનતી ચિત્તમાં પરમેશ્વરે ધરી. યદ્યપિ પરમેશ્વર વીતરાગ છે, ચિત્તમાં ધરતા નથી, તોહિ પણિ પરમેશ્વરભક્તિ[થી] જ નિજ કાર્ય ભક્ત લોકને થયું માટે કા૨ણે કાર્યોપચાર કરીને ઇમ કહે છે. જો મેં તુઝ કૃપારસ થકી કર તુમ્હારી કૃપા રૂપ રસ થકી મ્હેં માર્ગ લહ્યો ક૦ હું માર્ગ પામ્યો. તો સંપદા સારી ક૦ મનોહર પ્રકટ હુઇ ક0 મ્હારે પ્રગટ થઈ. ૩૪૧ [૧૭-૧]
સુ૦ જે દિને સ્યાદ્વાદદષ્ટિએ ઓળખાણ થયું એ દિવસ ગ્રંથકર્તાને માટે મહત્ત્વનો છે એટલે કહે છે : હે જિનરાજ ! મારી વિનંતી તમે સ્વીકારી તેથી આજે મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં. પરમેશ્વર તો વીતરાગ છે. પણ ભક્તિથી, તારા કૃપારસથી હું સાચો માર્ગ પામ્યો.
૨૪૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org