Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભાવના=ઘોલના તેહથી કર તે પ્રાણીથી નવિ ચલે ક0 ખસે નહીં, એતલે શુદ્ધ નયની ભાવના થિર તો થાય જો વ્યવહાર યુક્ત હોય. અન્યથા ‘ક્ષણ તોલો ક્ષણ માસો' થાય ઇતિ ભાવ.
ગુરુયોગિ ક∞ ગુરુનિ સંયોગિ શુદ્ધ વ્યવહાર ક૦ નિર્મલ વ્યવહાર હોય, એતલે ગુરુકુલવાસિ શુદ્ધ વ્યવહાર થાય તે શુદ્ધ વ્યવહારથી પરિણતપણું ક૦ પરિપક્વપણું હોય. એતલે શુદ્ધ નયમાં પરિપક્વ હોય એતલે शुद्ध વ્યવહારવંત હોય તેહ શુદ્ધ નયમાં પક્વો થાય, અન્યથા શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નય ઠરી ન શકે. તેહ વિષ્ણુ ક તે ગુરુ જોગેં શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નયમાં ક૦ અધ્યાતમમાં નહીં તે ઘણું ક તે જે પરિણતપણું તે ઘણું ન હોય, એતલે એ અર્થ ગુરુકુલવાસે શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહારે પરિપક્વપણું, નિશ્ચયમાં નિશ્ચલપણું હોય. ઇતિ. એટલે શુદ્ધ નયમાં ઘણું પરિપક્વતા તો હોય જો ગુરુ જોગિ વ્યવહાર શુદ્ધ હોય. ઇતિ ભાવ. ૩૨૯ [૧૬-૧૪]
સુ૦ શુદ્ધ નય - નિશ્ચયનયની ભાવના તો જ સ્થિર થાય જો તે વ્યવહારયુક્ત હોય. અન્યથા ‘ક્ષણમાં તોલો ને ક્ષણમાં માસો’ની જેમ બધું અસ્થિર થઈ જાય.
આવો શુદ્ધ વ્યવહાર ગુરુસંયોગે - ગુરુકુલવાસથી થાય. એનાથી શુદ્ધનયમાં પરિપકવતા આવે, નિશ્ચયનયમાં નિશ્ચલતા આવે.
કંઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્ધ નય અતીહિં ગંભીર છે તે વતી;
ભેદ લવ જાણતા કોઈ મારગ તજે,
હોય અતિ પરિણતિ પર સમય થિતિ ભજે. ૩૩૦ [૧૬-૧૫]
બાળ એ રીતે, કેઇ ક0 કેતલાઇક પ્રાણી, અપરિણતમતિ ક૦ અપિરણામી, વિ ભેદ જાણે ક૦ અનેક પ્રકારની ખબર ન પડે, ઇહાં ભેદ તે ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર પ્રમુખ જાણવા તે ન જાણઇ. અપરિણતમતિ શબ્દ વ્યવહારનયવાલા લીજીě. તે કાં ન જાણે તે માટિ કહે છે શુદ્ધ નય અતીહિ ગંભીર છે ક0 ઉપલો નય તે અત્યંત ગંભીર છઇં, એતલે એ ભાવ. જે આગિલા નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ૩ નય
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org