Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એહ વિણ નવિ મિટે ક0 એ નિશ્ચયનય સમજ્યા વિના ન ટલે, દુઃખ ક0 પાપ તે ન મિટે. ઇતિ. કોઈક પ્રતિમાં “એહ વિણ નવિ ઘટે. ઇમ લિખ્યું છે તિહાં નવિ ઘટે ક0 દુઃખ ઓછું ન થાય એટલે ન ટલે. સવિ વચન એ પ્રથમ અંગે ઘટે ક0 એ સર્વવચન આચારાંગમાં ઘટમાન છે, યુક્ત છે. “ને vi નાખવું તે સંબં નાઈફ ને સંબં નાપા રે નાખ' ઇત્યાદિ આચારાંગ [અધ્ય) ૩, ઉદ્દેશક ૪. સૂ. ૧૨૩] પાઠાતુ. ૩૨૬ [૧૬-૧૧]
સુO દ્વાદશાંગી તે આચાર્ય માટે ગુણરત્નની પેટી (ગણિપિટક) છે. આવા સમસ્ત દ્વાદશાંગીના જ્ઞાતાને પણ આ નિશ્ચયનય જ પરમ સારરૂપ છે. તો બીજાની તો શી વાત? આ નિશ્ચયનય સમજયા વિના પાપ-દુઃખ ટળે નહીં. આ બધું “આચારાંગના વચન સાથે સુસંગત છે. શુદ્ધ નય ધ્યાન તેહને સદી પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હીયર્ડ રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તણો, હીન વ્યવહાર ચિતિ એહથી નવિ ગુણો. ૩ર૭ [૧૬-૧૨]
બા, એટલી વાર શુદ્ધ નયની મુખ્યતાઇ વાત કહી. હવઈ કોઈક ઈમ સાંભલી એકાંત નિશ્ચયનય જ અંગીકાર કરે અને વ્યવહારનય લેખામાં ગણે જ નહીં તેહને શિક્ષા કરે છે. શુદ્ધ નય ધ્યાન ક૦ પૂર્વોક્ત પ્રકારે શુદ્ધ નયનું જે ધ્યાન તે તો તેને સદા પરિણમે ક0 તે પ્રાણીને સદા નિરંતર પરિણમે, નિપજે. જેહને ક0 જે પ્રાણીને શુદ્ધ વ્યવહાર સંયમાનુષ્ઠાન પ્રવૃત્તિ રૂપ હિયડે રમે ક૦ હૃદયને વિષે રમ્યો હોય. તે ઉપરી દષ્ટાંત કહે છે. યથા ક0 જિમ મલિન વચ્ચે ક0 મેલા વસ્ત્રને વિષે, રાગ કુંકુમ તણો ક0 કંકુનો રંગ અર્થાત્ મેલે વચ્ચે કંકુનો રંગ ન લાગે, તિમ હીન વ્યવહાર ક0 હીરા વ્યવહારવંતના ચિતિ ક0 ચિત્તને વિષે, નવિ ગુણો ક0 ગુણ ન હોય, એતલે વ્યવહાર વિના નિશ્ચય પરિણમે [નહીં). ઈતિ ભાવ. ૩૨૭ [૧૬-૧૨]
સુ0 અહીં સુધી શુદ્ધ નયની મુખ્યતાની વાત કરી. હવે આ સાંભળીને કોઈ કેવળ નિશ્ચયનય જ સ્વીકારે ને વ્યવહારનયને ગણનામાં લે જ નહીં તેને માટે આ શિખામણ છે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org