Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ દ્રવ્યના અંશ કરી શકતા નથી. દ્રવ્ય તો નિરવયવ છે. વળી એના ગુણ વિના દ્રવ્ય પણ ન કહેવાય, કેમકે ગુણ તો એનું લક્ષણ છે. દ્રવ્ય ગુણપર્યાયવાળું છે.
જોકે પર્યાયનયવાળાની યુક્તિએ તો દ્રવ્ય છે જ નહીં, પર્યાય જ સ્વતંત્ર છે. પરંતુ દ્રવ્ય નથી તો ગુણ ક્યાંથી ? ગામ જ નથી તો એની સીમા ક્યાંથી ? આમ દ્રવ્યને નિરવયવ પણ કહ્યો, દ્રવ્ય નથી એમ પણ કહેવાયું ને આગમમાં અંશસહિત પણ કહ્યો. એ જ રીતે જીવને પણ અકળ ને અલખ કહ્યો. એને નિશ્ચયથી બરાબર જાણવો.
‘આચારાંગ’માં મોક્ષસ્વરૂપ કહ્યું છે. તે કોઈ શબ્દ વાચ્ય નથી. જેને કોઈ અવસ્થા-પદ નથી તેને અપદ કહેવાય આવા અપદ તે સિદ્ધ. એમને કોઈ પદ નહીં હોવાથી કોઈ નામે બોલાવી શકાય નહીં. શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચઈ આપનું તુઝ સમાપતિ ઔષધ સકલ પાપનું દ્રવ્ય અનુયોગ સંમતિ' પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરાઈ સહી. ૩૨૪ [૧૬-૯]
બાળ ઇમ તુઝ શુદ્ધતા ધ્યાન તે વિશે આપનું સકલ પાપનું સમાપત્તિ ઊષધ... [અહીંથી આ ગાથાનો શ્રી પદ્મ.નો બાલાવબોધ અપૂર્ણ છે.]
સુ0 શુદ્ધ નિશ્ચયનયથી આપનું સમાપત્તિ ધ્યાન કરવામાં આવે તો તેવું ધ્યાન સકલ પાપનું ઔષધરૂપ બને છે. દ્રવ્યાનુયોગના મુખ્ય ગ્રન્થ રૂપે જે ગણાય છે તે સંમતિ તર્ક ગ્રન્થની સાક્ષીથી કહું છું કે પ્રભુભક્તિ, સમ્યગ જ્ઞાન અને ભવવૈરાગ્યને ધારણ કરવા જોઈએ. જે અહંકાર મમકારનું બંધનું શુદ્ધ નય તે દઈ દહન જિમ ઈન શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૩૨૫ [૧૬-૧૦]
બા, જે અહંકાર ક0 માન, મમકાર ક૦ મમત્વ, તેહનું બંધન ક0 કારણ એતલે અહંકાર મમકારનું મૂલ રાગદ્વેષ છે. રાગદ્વેષથી અહંકાર પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org