Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ જ્ઞાન તથા દર્શન-ચારિત્ર ઇત્યાદિક જે શુદ્ધ આત્મપરિણામ છે તે સર્વ આત્મગુણ જે અનંત છે. તે તંત ક0 નિયતપણાથી જોઇ તો કાંઈ જીવ થકી ભિન્ન નથી, જે માટે જ્ઞાનાદિક ગુણ ભિન્ન હોય તો આત્મા નિર્ગુણ જડપણે માન્યો જોઈ છે, તે તો નથી. તે માટે જીવથી જ્ઞાનાદિક ગુણ ભિન્ન નથી. જિમ રત્ન ફટિક પ્રમુખ તે પોતાની જ્યોતિથી ભિન્ન નથી, સ્યા માટે જે કાર્ય-કારણપણે કાંય કહેતાં પુરવનું નથી. જો રત્નથી
જ્યોતિ કહિછે તો જયોતિ વિના રત્ન હતું જ નહીં, માટે રત્નથી જયોતિ ન કહેવાય તથા જયોતિથી રત્ન ઇમ પણિ ન કહેવાય, સ્યા માટે જે રત્ન વિના જ્યોતિ પણ કિહાં હતી! તે માટે કાર્યકારણપણે રહિત છે. ઈમ ક0 એ રીતે આત્મા તથા આત્મગુણ કોઈ રીતે સહજ ક0 સહજ સ્વભાવે જ અભેદ છે. એક્તા છે એ વાત નાણી મુણે ક0 જ્ઞાની પુરુષ જાણે, એ વાત મૂર્ખ ન સમઝઇ. ૩૨૨ [૧૬-૭] - સુ0 જ્ઞાન-દર્શન-ચારિત્ર તે શુદ્ધ આત્માના પરિણામ છે. જીવથી તે ભિન્ન નથી. જ્ઞાન આદિ ગુણને જીવથી જો ભિન્ન ગણીએ તો આત્માને નિર્ગુણ અને જડપણે માનવો પડે. જેમ સ્ફટિક રત્ન પોતાની જયોતિથી ભિન્ન નથી એમ આત્મા તથા આત્મગુણ અભિન્ન છે. આ વાત જ્ઞાનીજન સમજી શકે. અંશ પણિ નવિ ઘટે પૂરણ દ્રવ્યના, દ્રવ્ય પણિ કિમ કહું દ્રવ્યના ગુણ વિના; અકલ ને અલખ ઈમ જીવ અતિ તંતથી, પ્રથમ અંગો વદીઉં અપદને પદ નથી. ૩૨૩ [૧૬-૮]
બા૦ અંશ પણિ નવિ ઘટે ક0 અંશ કહેવા પણ ઘટતા નથી. એટલે યુક્ત નથી. પૂરણ દ્રવ્યના ક૨ સંપૂર્ણ દ્રવ્યના અંશ કિમ કહેવાય ? અંશ કહિઍ તિવારે દ્રવ્યનો “ નિવૅ નિરવયવં ક્રિયે માં જ જમત્ર ઇતિ મહાભાષ્ય [વિશેષા. ભાષ્ય., ગા. ૨૨૦૬] વચનાતુ. દ્રવ્ય તે સામાન્ય છે અને સામાન્ય તે નિરવયવ છે. તથા દ્રવ્ય પણ ન કહેવાઇ. દ્રવ્ય પણ કિમ કહું? દ્રવ્યના ગુણ વિના ક0 દ્રવ્ય સંબંધી ગુણ વિના દ્રવ્ય કિમ કહેવાય ? જે કારણ માટે અપનાવો બં ઇતિ ઉત્તરાધ્યયને મોક્ષમાર્ગાધ્યયન ૨૮
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org