Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જીવની મૂળ પ્રકૃતિ - સ્વભાવને ઉવેખતો તે મૂઢ વ્યક્તિ જીવ અને શરીરને એકપણે ગણે છે. પણ તે સમજતો નથી કે યુગલ જડ છે, અચેતન છે
જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. તે બન્ને એક કેમ થાય? દેહ કદિ સવિ કાજ પુદ્ગલ તણાં, જીવમાં તેહ વ્યવહાર માને ઘણા; સયલ ગુણઠાણ જીઅઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી. ૩ર૧ [૧૬-૬]
બાવ તિમ દેહ ક0 શરીર, કર્મ જે જ્ઞાનાવરણીયાદિ, આદિ શબ્દથી ઘરબાર પ્રમુખ સવિ કાજ, પુદ્ગલ તણાં ક0 સર્વ એ પુદ્ગલનાં કાર્ય છઇં, પુગલથી નીપનાં છઇં. તે પુદ્ગલનાં કાર્યને જીવનાં કહી બોલાવે છે તેહ વ્યવહાર માનઈ. ઘણા ક0 તે વ્યવહારનયે જીવના કાર્ય કહીએ. અન્યથા નિશ્ચયનયે સર્વ પુદ્ગલ સ્વરૂપ છછે. સયલ ગુણઠાણ ક0 સમસ્ત ગુણસ્થાનક મિથ્યાત્વાદિક તથા જીઅઠાણ ક0 સમસ્ત જીવસ્થાનક એકેંદ્રિયાદિક તે પ્રકાર સઘલાઈ સંયોગથી ક0 પુદ્ગલ કર્માદિકના સંયોગથી જાણવું, પણ આત્મસ્વરૂપ નહીં. જે માટે શુદ્ધ પરિણામ ક0 સમસ્ત ઉપાધિ રહિત જેહના પ્રદેશને વિષે એક અણુનો પણિ ભેગ નથી એવું જે શુદ્ધ સ્વરૂપ તે વિના જીવ કારય નથી ઇતિ સ્પષ્ટ. ૩૨૧ [૧૬-૬]
સુત્ર દેહ તથા જ્ઞાનાવરણાદિ કર્મ એ સૌ યુગલનાં કાર્ય છે. તેને માણસ જીવનાં કાર્ય કરે છે. વ્યવહારનયથી ભલે તેને જીવનાં કાર્ય કહીએ પણ નિશ્ચયનયે તો તે યુગલસ્વરૂપ છે. સમસ્ત ગુણસ્થાનક તથા સમસ્ત જીવસ્થાનક તે યુગલ-કર્મ આદિના સંયોગથી જાણવા, પણ તે આત્મસ્વરૂપ નથી કેમકે સમસ્ત ઉપાધિ રહિત જેના પ્રદેશને વિશે એક અણુ માત્ર પણ ભેગ નથી એવા શુદ્ધ સ્વરૂપ વિના જીવનું અન્ય કાંઈ કાર્ય નથી. નાણ દંસણ ચરણ શુદ્ધ પરિણામ છે તંત જોતાં જ છે જીવથી ભિન્ન તે; રતન જિમ જ્યોતિથી કાજકારણપણે રહિત ઈમ એકતા સહજ નાણી મુણે. ૩૨૨ [૧૬-૭] ૨૨૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org