Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ફોકટ મોટાઈ ક0 મિથ્યાભિમાન રાખે જે “અખ્ત મોટા છું, અચ્છ સરીખું કોઈ નથી' એવો અહંકાર મનમાં રાખે. તસ ગુણ ક0 તે પ્રાણીના ગુણ થોડાઈ હોય તો દૂરે નાસે ક0 દૂરે નાસી જાઈ. જો એ રીતે છતા પણિ જા તો અણછતાનું કહેવું જ સું? ઈતિ ભાવ. ૩૧૨ [૧૫-૨૧]
સુ0 જેનાથી આત્મસ્વરૂપ સાધી શકાય એવા ગ્રંથોનું રહસ્ય જાણે નહીં - સમજે નહીં, કવચિત જાણે તો પ્રગટ કરે નહીં, મુમુક્ષુ જીવને તેની વાતો કરે નહીં, કારણકે કહે તો પોતે પણ તેમજ કરવું પડે, મિથ્યાભિમાન રાખે – તેવા પ્રાણીના ગુણ થોડાક હોય તે પણ દૂર થાય. છતા ગુણ પણ જાય તો અણછતાનું તો કહેવું જ શું ? મેલે વેશે મહિયલ માઉં, બક પરિ નીચે ચાલે, જ્ઞાન વિના જગિ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે.
ધન્ય૩૧૩ [૧૫-૨૨] બાળ મેલે વેશે ક0 વસ્ત્રાદિક મલિન રાખે અને મહિયલ ક0 પૃથ્વીને વિષે માહે ક0 મલપતા ફરે. વલી બક પરે ક0 બગલાની પરે નીચે ચાલે ક0 નીચું જોઇનઈ હીંડછે. લોક જાણે ઇર્યા જુએ છે. એહવો હોય અને જ્ઞાની હોય તો સર્વ લેખે, પણ જ્ઞાન વિના ક0 જ્ઞાન રહિત થકા એતલે અજ્ઞાની થકા જગતને ધંધે ક0 કલેશમાં ઘાલે ક0 ઘાલતા એટલે એહવા કષ્ટવાલાનાં વચન લોક માને અને પોતે જ્ઞાન વિના અશુદ્ધ પ્રરૂપે તિવારે લોકને પણ તે આસ્તા થાય તે માટે જગતને કદાગ્રહરૂપ ધંધમાં નાખ્યો જ ઇતિ ભાવ. તે કિમ મારગ ચાલે ક0 એ અજ્ઞાની થકી જૈન માર્ગ કિમ ચાલે? યતઃ
मासे मासे य जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं' ॥१॥ તથા “અન્નાણી કિં કાહિ' ઇત્યાદિ વચનાત્
[ઉત્તરાધ્યયન, નવમ અધ્યયન, ગા.૪૪] ૩૧૩ [૧૫-૨૨] સુ0 જે મલિન વસ્ત્ર ધારણ કરે, પૃથ્વીને વિશે મલપતા ફરે, બગલાની પેઠે નીચું જોઈને ચાલે એવો મુનિ જો જ્ઞાની હોય તો બધું લેખે ગણાય, પણ જો જ્ઞાનરહિત હોય તો જગતને ક્લેશમાં નાખે. કેમકે એની પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org