Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
અશુદ્ધ પ્રરૂપણા લોકો આસ્થાથી સ્વીકારે ને પછી વિપરીતપણે દોરવાય. આવા અજ્ઞાનીથી જૈન માર્ગ કેવી રીતે ચાલે ? પરપરિણતિ પોતાની માને વરતે આરત ધ્યાને બંધ-મોક્ષ-કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે.
ધન્યo ૩૧૪ [૧૫-૨૩] બા) પરપરિણતિ ક0 પારકી સમઝણ તે પોતાની કરી માને એટલે પર અજ્ઞાનીની મતિ ચાલે અથવા પરપરણીત (પરપરિણતિ) ક૦ પુગલશરીર-વસ્ત્ર-પાત્રાદિકનાં જે પરિણમન તે અજ્ઞાને કરીને તન્મય પરિણમતો સર્વ પોતાની જ પરિણતિ માને. અથવા પર જે સ્વવ્યતિરિક્ત લોકનાં ઘર તેહનાં જે પરિણમન ક0 ઘર-વ્યાપારનું ચિંતવવું તે પોતાનું કરી માને અને તે થકો આર્ત ધ્યાનનો વિકલ્પ કરે. યતઃ
ગેરેં પરહૃષિ વારે ઈતિ ઉત્તરાધ્યયન અધ્ય.૧૭, ગા.૧૮] વચનાતું. પોતાનું ઘર મેહલી પર ઘરની ચિંતા કરે તે પાપશ્રમણ કહ્યો છે. ઇતિ ભાવ. બંધમોક્ષકારણ ક0 બંધના કારણ જે મિથ્યાત્વ અવિરતિ કષાયયોગ, પ્રમાદ પ્રમુખ જે બંધહેતુ તે ન પિછાણે ક0 ન જાણે, વલી મોક્ષનાં કારણ જે કષાયાદિકનો અભાવ અથવા જ્ઞાનક્રિયા પ્રમુખ “નાણકિરિયાતિ મુમ્બો ઇતિ વચનાત્ મોક્ષના હેતુ છે તે પણિ ન પિછાણે ક0 ન જાણે, એહવા જે અજ્ઞાની. પ્રાણી કાદિક ગમે એટલાં કરો પણિ અજ્ઞાની માટે પેહલે ગુણઠાણે તે જાણવા. યદુક્ત'नाणेण विणा चरणं, पढम गुणठाण पुट्ठिकरें।
ઇત્યુપદેશમાલાવૃત્ત. ૩૧૪ [૧૫-૨૩] સુ0 પારકી સમજણ તે પોતાની કરી માને એટલે પર અજ્ઞાનીની મતે ચાલે તેને અથવા પોતાનું ઘર મૂકી પારકા ઘરની ચિંતા કરનારને પાપશ્રમણ કહ્યો છે. મિથ્યાત્વ-અવિરતિ-કપાય આદિ કર્મબંધનાં કારણ જે ન પિછાણે, જ્ઞાનક્રિયા આદિ જે મોક્ષનો હેતુ ન પિછાણે એવો અજ્ઞાની પ્રાણી ગમે તેટલું તપ-કષ્ટ કરે તો પણ તેમને પહેલા ગુણસ્થાનકે જ જાણવો.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org