Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વ્યાખ્યાન ગ્રંથાંતરથી જાણવું. એ રીતે જિમ તુમ્હારો આત્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ રૂપ તથા તુમ્હારા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક અનંતા ગુણ, તેહમાં કોઈ સમય સમય ઉત્પાદ-વ્યયપણે પરિણમવું તથા અનંતા અગુરુલઘુ પ્રમુખ જે પર્યાય તે નિર્મલ થયા, નિરાવરણ થયા તે રીતે હારે પણ શકતિથી ક0 યદ્યપિ વ્યક્તિઇ નથી તોહિ પણિ શક્તિશૃં છે. જછવિ ક0 યદ્યપિ ભવિ ક0 સંસારને વિષે સામલા ક0 મેલો છે એટલે આવરણ સહિત છે એટલો ફેર છે. ૩૧૬ [૧૬-૧]
સુ૦ હે સીમંધર સ્વામી ! તમારું ધ્યાન ધરવાથી આત્મપ્રગટ થાય, જ્ઞાની થવાય, જ્ઞાનથી આત્મા આવરણરહિત બને, જેમ તમારા દ્રવ્યગુણ-પર્યાય નિર્મળ છે તેમ.
એ ત્રણનાં લક્ષણ આ પ્રમાણે છે : ગુણ-પર્યાયનું ભાજન તે દ્રવ્ય. સહભાવી તે ગુણ. ક્રમભાવી તે પર્યાય. તમારો અસંખ્યાત પ્રદેશરૂપ આત્મદ્રવ્ય, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતા ગુણ તથા અનંતા અગુરુલઘુ પર્યાય જેમ નિર્મળ થયા તે રીતે મારે પણ તેને નિર્મળ કરવા છે. અને મારામાં એ ગુણ શક્તિએ છે, પણ મેલા છે, આવરણ સહિત છે એટલો ફેર છે. ય્યાર છે ચેતનાની દશ અવિતા, બહુશયન', શયન’, જાગરણ, ચોથી તથા; મિચ્છ અવિરત સુયત તેરમેં તેહની, આદિ ગુણઠાણ નયચક માંહિ મુણી. ૩૧૭ [૧૬-]
બાળ તેહ જ માટે ચેતનાની દશા – અવસ્થા વર્ણવી છે. ચેતનાની અવિતથા ક0 સાચી દશા ક0 અવસ્થા પ્યાર છે. તેમ જ ઔર દેખાડી છે. એક બહુશયન ૧ ક૦ ઘોર નિદ્રારૂપ પ્રથમ ૧, શયન ક૦ ચક્ષુ મીચવા રૂપ બીજી ૨, જાગરણ ક0 કાંયક જાગવારૂપ ત્રીજી ૩, ચોથી તથા ક0 ચોથી તે તથા, તિમ જ એતલે પૂર્વે કહી તિમ જ, અર્થાત બહુજાગરણ ૪, ઇતિ ભાવ.
હવે એહ અવસ્થા ગુણઠાણઇ ફલાવે છે. આદિ ગુણઠાણ પદે સઘલે જોડિઇં. બહુશયનની આદિ મિચ્છ ક0 મિથ્યાત્વ ગુણઠાણું ૧, અવિરત ક0 શયન અવસ્થાની આદિ અવિરત સમ્યક્દષ્ટિ ગુણઠાણું ૨, સુયત ક0 પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org