Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દેઢ રગ છે શુભ ભોજ્યમાં,જિમ સેવંતાઈ વિરુદ્ધ આપદમાંહીં રસ જાણને તિમ મુનિને હો ચરણે તે શુદ્ધિ.
સાહિબજી) ૨૮૨ [૧૪-૧૦] બાહવે પ્રથમ વિધિસેવના ઉલખાવે છે. તેહનો ભાવાર્થ કહીશું છે. શ્રદ્ધાનંત થકો વિધિપ્રધાન શક્તિવંત પ્રત્યુપેક્ષણાદિક ક્રિયા કરે. હવે શક્તિરહિત સ્યુ કરે તે કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવે કરી તાદશ ક્રિયા કરી ન શકે તોહિ પણિ પ્રતિબંધ તે વિધિ અનુષ્ઠાનને વિષે જ હોય. યતઃ
'विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं, दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ॥१॥
[ધર્મરત્ન પ્ર., ગા. ૯૧] અનુષ્ઠાન ન કરે અને વિધિ અનુષ્ઠાનમાં પક્ષપાત કિમ હોય તે કહે છે. ગાથાનો અર્થ અન્વય સહિત તે જોઈ લેજો. જિમે કોઇક પુરુષ હોય તેહને દુકાલ અને દરિદ્રપણું પામ્યો. તે પુરુષ ગુવાર, અરણીપત્ર, વૃક્ષની છાલિ પ્રમુખ ખાઇને દિવસ વ્યતિક્રાંત કરે પણ તે ભોજનમાં લપટાય નહીં. સ્યા માટે જે પોતે ઉત્તમ આહારનો સ્વાદ જાણે છે, તેણે કરીને રાગ તે ઉત્તમ ભોજનમાં જ હોય. ઈછછે, જે ઉત્તમ ભોજન કિવારે મલયે? મલે તો વાવરીઇ એડવો અત્યંત રાગ હોય ઇતિ ભાવ, અથ અક્ષરાર્થ.
શુભ ભોયમાં દઢ રાગ છે તથા વલી રસનો જાણ. પૂર્વે જ રસ વાવર્યા છે. તે સ્વાદનો જાણ છે. તે આપદા માંહિ ક0 દુકાલાદિક આપદામાં વિરુદ્ધ સેવતો પણ એતલે કુવાન ખાતો પણ રાગ સુધાનમાં હોય એ દષ્ટાંત. તિમ મુનિને પણ ચારિત્રની શુદ્ધિ જાણવી. એતલે એ ભાવ જે જઘપિ દ્રવ્યક્ષેત્રાદિક કારણ પામી વિરુદ્ધ સેવતો પણ શુદ્ધ ચારિત્રનો રસિયો છે તિણે કરી ભાવચારિત્ર ન ઉલંઘે એતલે ભાવથી ચારિત્રિયા જ કહી છે, સંગમાચાર્યની પેરે. ઇત્યાદિક બહુ વક્તવ્ય છે. ઇતિ વિધિસેવના પ્રથમ ભેદ. ગાથા ૨૮૨મીનો અર્થ. ૨૮૨ [૧૪-૧૦].
સુ) (૧) વિધિસેવના - જે શક્તિવંત હોય તે પ્રત્યુપેક્ષણા આદિ કિયા કરે અને શક્તિરહિત હોય તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવે ક્રિયા ન કરી શકે તોપણ પ્રતિબદ્ધ / પક્ષપાતી તો વિધિ-અનુષ્ઠાન વિશે જ હોય. જેમ ૨૦૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org