Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એકે એકે મુખે કિમ કરી જાઈ કહિઉં ક0 કિમ કહ્યું જાય? એતલે કિમ કહેવાય ? ૨૯૭ [૧૫-૬]
સુ પ્રમત્તનામા છઠ્ઠ ગુણસ્થાનક ભવ-અટવીને પાર પમાડનારું છે, તે આ મુનિએ પ્રાપ્ત કર્યું છે. આમનું સૌભાગ્યસુખ એક મુખે કેમ કહ્યું
જાય?
ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવજંજાલે રહે સેલડી ઢાંકી રાખી, કેતો કાલ લાલે. ધન્યવે ૨૯૮ [૧પ-૭
બાળ ગુણઠાણાની પરિણતિ જેહની ક0 જેહ પુરુષની ગુણઠાણાની પરિણતિ થઈ હોય એતલે જેહને ગુણઠાણું પરિણમ્યું હોય તેહની પરિણતિ ભવજંજાલે ક0 સંસારવિટંબણામાં છીપે નહીં ક0 છાની રહે નહીં, એટલે પુરુષ સંસારમાં રહ્યા થકા પણિ ઉદાસીન જ દેખાય. દૃષ્ટાંત કહે છે. જે મેલડી ઢાંકી રાખી હોય પલાલે કરીને, તે કેતો કાલ રહે? એતલે આગલિ જાતાં અંકુરા ફૂટે એટલે એ પ્રગટ થાય, પણિ છાની ન રહે. ૨૯૮ [૧૫-૭]
સુ0 જેમની ગુણસ્થાનકની પરિણતિ થઈ હોય તે સંસારની વિટંબણામાં પણ છાની ન રહે. એટલે કે તેઓ સંસારમાં રહ્યું છતે ઉદાસીન જ હોય. પરાળથી શેલડી ગમે તેટલી ઢાંકી હોય, તોપણ આગળ જતાં અંકુર ફૂટયે પ્રગટ થાય જ. તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂવું ભાખી, જિનશાસન શોભાવે તે પણિ, સૂવા સંવેગપાખી. ધન્ય) ર૯૯ [૧પ-૮)
બા, તેહવા ગુણ ક0 મુનિરાજના પૂર્વોક્ત ગુણ ધરવા અણધીરા ક0 અસમર્થ, એતલે સાધુગુણ ધરી ન સકે તથા જે પણ સૂધુભાખી ક0 શુદ્ધ પ્રરૂપક હોય અને જિનશાસન દેશના પ્રમુખ ગુણે કરી શોભાવે તે પણિ સૂધા ક0 શુદ્ધ સંવેગી પક્ષી કહિછે. યતઃ
'संविग्गपक्खिआणं, लक्खणमेयं समासओ भणियं ।
ओसन्नचरणकरणाऽवि, जेण कम्मं विसोहिति' ॥१॥ 'सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ उ सव्वोमराइणिओ' ॥२॥
ઇત્યાદિ “ઉપદેશમાલા” [ગા-૫૧૪-૧પ યાં. ર૯૯ [૧૫-૮]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org