Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તે ધર્મદાસગણિ કેહવા છે ? જેહને પ્રવચન ક૦ આગમ, તેહને વિષે ઘણો સ્નેહ હતો એહવા છઇં. ૩૦૧ [૧૫-૧૦]
સુ0 દુષ્કર તપ-કષ્ટ કરનારા હોય અને આગમના અલ્પજ્ઞાતા હોય તો શા કામનું ? તપ આદિ થોડું ઓછું હોય અને જો જ્ઞાની હોય તો તેને, આગમ પ્રત્યે અત્યંત સ્નેહાદરવાળા ધર્મદાસ ગણિએ ઉપદેશમાલા'માં અધિકા કહ્યા છે. સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કહાઈ એહ ભાવ ધરતો તે કારણ, મુઝ મનિ તેહ સુહાઈ
ધન્ય૩૦૨૧૫-૧૧] બાળ સુવિહિત ગચ્છ ક૦ ભલા આચારવંત ગચ્છ છે જેહનો એહવા અને વલી કિરિયાના ધોરી ક0 ક્રિયાવંતમાં ધોરી સમાન છે એવા શ્રી હરિભદ્રસૂરિ ૧૪૪૪ ગ્રંથકર્તા કહાય ક0 શાસ્ત્રકારે કહ્યા છે. એહ ભાવ ક0 એ સંવેગ પક્ષીના ભાવને ધરતો છે તે કારણ કે તે માટે મુઝ મન કી માહરા ચિત્તમાં તેહ સુહાઈ ક0 તેહુ ગમે છે. એટલે સંવેગપક્ષી શુદ્ધ પ્રરૂપક યથાશક્તિઈ ક્રિયાવંત હતા, માટે માહરા મનમાં તેહુ ઘણા જ ગમે છે ઇતિ ભાવ. ૩૦૨ [૧પ-૧૧]
સુ0 શાસ્ત્રકારે શ્રી હરિભદ્રસૂરિને આચારવંત ગચ્છાધારી અને ૧૪૪૪ ગ્રંથોના કર્તા કહ્યા છે. તેઓ સંવેગપક્ષી શુદ્ધ રૂપક, યથાશક્તિએ ક્રિયાવંત હતા - સંવેગપક્ષીના શુદ્ધ ભાવોના ધારક હતા તેથી તેઓ મને ગમે છે. સંયમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજ સાખે તો જૂઠું બોલીને દુરમતિ, સું સાથે ગુણ પાખે?
ધન્ય૩૦૩ [૧૧-૧૨] બા) વલી સંયમઠાણ ક૨ સંયમસ્થાનક અસંખ્યાત છે તે વિચારી જોતાં ક0 વિચારતાં, જે પોતાની સાખે ન લહે ક0 ન દેખે, સંયમની વાત તો મોટી છે. તે આગમને મેલે જુઈ તો પોતામાં કિહાંથી દેખે? જૂઠું બોલીને ક0 સંયમ વિના સંયમ નામ ધરાવીને તે દુર્મતિ, હે દુષ્ટમતિના ધણી, ગુણ પાખે ક0 ગુણ વિના મ્યું સાધે? ક0 સું સાધે છે? ઠાલી મહેનત કાં કરે છે? યતઃ- “સંગ, સંજયમંજમાનેપવિમોત્તિ કુફ” ઇતિ ઉત્તરાધ્યયન વચનાતું. [અધ્ય.૧૭, ગા.૬] ૩૦૩ [૧૫-૧૨] પં. પવિજયજીકૃત બાલાવબોધ
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org