Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સ્વભાવે ક0 ઋજુ સ્વભાવના ધણી તે ઋજુ સ્વભાવે કરીને શુદ્ધ પ્રરૂપક દાખ્યો ક0 શુદ્ધ પ્રરૂપક કહ્યો છે. એટલે સરલસ્વભાવી શુદ્ધ કહે, તે માટે હોય તેવું કહેવું ઇતિ ભાવ. યતઃ
'सम्मद्दमाणे पाणाणि बीयाणि हरियाणि य । असंजऐ संजयमनमाणे, पावसमणेत्ति वुच्चइ' ॥१॥
- ઈતિ ઉત્તરાધ્યયન, ૧૭ અધ્યયને (ગા.૬].૩૦૫ [૧૫-૧૪] સુ0 સંયમ વિના જ “સાધુ છું એમ સાધુપણું ઠરાવે તેને પાપસાધુ કહ્યો છે. ઋજુસ્વભાવી હોય તેને શુદ્ધ પ્રરૂપક અર્થાત જેવું હોય તેવું બતાવનાર કહ્યો છે. એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા, સેવાયોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશમાલા. ધન્યવે ૩૦૬ [૧૫-૧૫]
બાળ એક બાલ પણ ક0 કઈક બાલ છે, પણ કિરિયાનયે એટલે ક્રિયામાં શિથિલ છે. પણ જ્ઞાનનયે ક0 જ્ઞાનની અપેક્ષા જોઈશું તો નવિ બાલા ક0 બાલક નથી, એતલે ગીતાર્થ છે, શુદ્ધ ભાષી છે. ઈતિ ભાવ. તે ગીતાર્થ સુસંયત ક૭ ભલા ક્રિયાવંત સાધુને પણ સેવાયોગ્ય છે. એટલે ક્રિયાવંત મુનિ ગીતાર્થ ક્રિયારહિતનું વૈયાવચ્ચ કરે. ઇતિ ભાવ. બોલે ઉપદેશમાલા ક0 ઉપદેશમાલા મધ્ય [ગા-૩૪૮] બોલ્યું છે. યતઃ
'हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहियस्स कायव्वं । ગપવિત્ત IMરતિ નિંગાવવ’ ? ઇતિ ૩૦૬ [૧૫-૧૫]
સુ0 ક્રિયાનમાં કોઈ મુનિ બાળ છે, કિયાશિથિલ છે, પણ જ્ઞાનની અપેક્ષાએ તે બાળ નથી પણ ગીતાર્થ છે. તો કિયાવંત મુનિ આવા કિયારહિત ગીતાર્થની વૈયાવચ્ચ કરે. ઉપદેશમાલામાં આમ કહ્યું છે. કિરિયાઈ પણિ એક બાલ તે, જે લિંગી મુનિરાગી, જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી,
ધન્ય૦ ૩૦૭ [૧૫-૧૬] બાળ કિરિયાનઈ પણ એક બાલ તે ક0 ક્રિયાનયની અપેક્ષાઈ બાલ છે એતલે ક્રિયાવંત નથી. એટલે શિથિલ ક્રિયાવંત છે. એહવા જે લિંગી ક0 પં. પદ્મવિજયજીકત બાલાવબોધ
ર૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org