Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 સંયમસ્થાનકો અસંખ્ય છે. જે પોતાની આત્મસાક્ષીએ એને ન જુએ તો એ સ્થાનક એને ક્યાંથી દેખાય? જૂઠું બોલીને, સંયમ વિના જ સંયમીનું નામ ધરાવીને, વિના ગુણે જ શું સાધી શકાય ? વૃથા મહેનત શાને કરે છે ? નવિ માયા ધર્મ નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મવચન આગમમાં કહિઈ, કપટરહિત મનવૃત્તિ.
ધન્યo ૩૦૪ [૧૫-૧૩) બાળ નવિ માયા ધર્મે ક0 ધર્મને વિષે માયા નથી. એટલે માયા કરતાં ધમન હોય ઇતિ ભાવ. વલી પરજનની અનુવૃત્તિ ક0 પરની અનુયાયીપણે અથવા પરને આવર્જનને અર્થે નવિ કહેવું ક0 ધર્મદેશના પ્રમુખ ધર્મવચન ન કહેવું ઈમ આગમ જે ઉપદેશમાલા તેહમાં કહિઈ ક0 વક્રોક્તિઇ કહિઍ છીઍ. એતલે કહ્યું છે ઇતિ ભાવ. યતઃ
'धम्ममि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा ।
ઉપIGH/S૪ ઇસ્મયાકુનુ ના' / -ઈત્યુપદેશમાલાયાં. [ગા-૩૯૩].
તે ધર્મવચન કેહવું છે? કપટરહિત મનવૃત્તિ ક0 કપટ રહિત ઋજુ સરલ મનની વૃત્તિ હોય એ રીતે ધર્મવચન કહે. ઇતિ ભાવ. ૩૦૪ [૧૫
૧૩]
સુ0 ધર્મમાં કદી માયા-કપટ ન હોય. ધદિશના પણ કદી બીજાના આવર્જન (કેવળ ખુશ રાખવા) માટે ન હોય. શાસ્ત્રમાં (‘ઉપદેશમાલા” માં) કહ્યું છે કે ધર્મવચન હંમેશાં કપટરહિત સરલ મનોવૃત્તિથી જ કહેવાય. સંયમ વિણ સંયતતા થાપે પાપભ્રમણ તે ભાખ્યો, “ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ રૂપક દાખ્યો.
ધન્યવે ૩૦૫ [૧૫-૧૪ બા) વલી સંયમ વિણ ક૭ પોતાનામાં સંયમ ન હોઈ અને સંયતતા થાપે ક0 સાધુપણું ઠરાવે જે અડે સાધુ છું. પાપશ્રમણ તે ભાખ્યો ક0 તે મુનિને પાપસાધુ કહ્યો છે. ઉત્તરાધ્યયનને વિષે કહ્યો છે. તે માટે સરલ
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org