Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ૦ ઉપરકથિત આવા સાધુગુણ ધારણ કરવા જે મુનિ અસમર્થ હોય, તોપણ જો તે શુદ્ધ પ્રરૂપક હોય અને દેશના વ. ગુણથી જિનશાસનને શોભાવે તો તેને શુદ્ધ સંવેગપક્ષી કહીએ.
સદ્દહણા અનુમોદનકારણ, ગુણથી સંયમ કિરિયા, વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા.
ધન્ય૦ ૩૦૦ [૧૫-૯] બાળ સદ્દહણા કર તત્ત્વશ્રદ્ધા, અનુમોદના ક૦ ગુણવંતની અનુમોદના-પ્રશંસા કરવી, કારણ ક૦ મોક્ષસાધ્યનાં સાધન ઇત્યાદિક ગુણથી ક૦ પૂર્વોક્ત ગુણે કરીને, વ્યવહારે રહિયા ક૦ વ્યવહાર માર્ગે રહ્યા તેહને, ઇમ જાણીઇં જે એ પુરુષે સંયમકિરિયા ફ૨સે ક0 સંજમક્રિયા ફરસી જ એહવું જાણીઇં, જે નિશ્ચયનય મતના સમુદ્ર છે. યતઃ
'सद्दहणा जाणणाणुमोयणकारणगुणा परेसिं जे ।
णिच्छयववहारविऊ तेसिं किरिया भवे भांवा' ॥१॥ ઇતિ સમ્મતિવૃત્તો. ૩૦૦ [૧૫-૯]
સુળ તત્ત્વશ્રદ્ધા, ગુણવંતની અનુમોદના, મોક્ષ-સાધ્યનાં સાધન વ. પૂર્વોત ગુણોથી જે વ્યવહાર માર્ગે રહ્યા છે તેવા પુરુષે પણ સંયમક્રિયા સ્પર્શી જ છે એમ જાણવું. કેમકે તે નિશ્ચયનય મંતના સમુદ્ર છે. દુઃકરકાર થકી પણ અધિકા, જ્ઞાનગુણે ઇમ એહો, ધર્મદાસગણિ-વચને લહીઈ જેહનેપ્રવચનનેહો. ધન્ય૦ ૩૦૧ [૧૫-૧૦
બાળ દુઃકરકાર થકી ક૦ દુખે થાય એહવા કષ્ટના કરણહાર હોય અને અલ્પ આગમના ધણી હોય તો સ્યા કામ આવે ? તથા કષ્ટાદિક થોડું ઉછું હોય અને જ્ઞાની પુરુષ હોય તો તે કષ્ટના કરનારથી અધિકા કહ્યા છે. પણ તે અધિકા જ્ઞાનગુણે કરી કહ્યા છે. ધર્મદાસગણિÛ ‘ઉપદેશમાલા’ [ગા-૪૨૩] મધ્યે કહ્યું છે. યતઃ
'नाणाहिओ वरतरं, हीणोऽविहु पवयणं पभावंतो ।
7 ય પુસ્તર તો સુકુનિ અપ્પયમો પુસ્સો' ॥ ઇતિ વચનાત્. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૧૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org