Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભોગ-યંક તજી ઉપરિ બેઠા, પંકજ પરે જે ન્યારા,
સીહ પરેનિજવિક્રમ સૂરા, ત્રિભુવનજનઆધારા.ધન્ય૦ ૨૯[૧૫-૨]
બાળ ભોગ જે પંચદ્રીના વિષય તદ્રુપ જે, પંક ક૦ કચરો તે તજીને ઉપર બેઠા ક૦ અલગા રહ્યા. પંકજ ક૦ કમલની પરે જે ન્યારા છે, એતલે કમલ કચરે ઊપનું અને કચરાથી ન્યારું રહે તિમ મુનિરાજ ભોગરૂપ કચરે ઊપના અને તે ભોગ છાંડીને અલગા રહ્યા. ઇતિ ભાવ. સીહની પરે નિજ વિક્રમ ક૦ પોતાનું પરાક્રમ ફોરવવાને સૂરા ક૦ શૂરવીર છે. ત્રિણિ જે ભુવન સ્વર્ગ-મૃત્યુ-પાતાલરૂપ તેહના જે જન ક૦ લોક, તેહને આધાર છે. ૨૯૩[૧૫-૨
સુ૦ પંચેન્દ્રિયના વિષય રૂપી કાદવથી તેઓ કમળની પેઠે અળગા રહ્યા છે. સિંહની પેઠે પોતાનું પરાક્રમ ફોરવવામાં તેઓ શૂરા છે અને ત્રિભુવનના લોકનો આધાર છે.
જ્ઞાનવંત જ્ઞાનીસ્તું મિલતા, તનુ-મન-વચને સાચા,
દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય૦ ૨૯૪[૧૫-૩]
બાળ હવે વલી સ્યાદ્વાદ શૈલી દેખાવતા થકા મુનિરાજનો વર્ણન કરે છે. પોતે જ્ઞાનવંત છે. તથા વલી જ્ઞાનીસ્યું મિલતા ક૦ જ્ઞાની પુરુષ સાથે મિલી રહે છે, પણ ખેદ નથી ધારતા. વલી તનુ કરુ કાયા તથા મન તથા વચને કરી સાચા છે, પણિ જૂઠી પ્રવૃત્તિ નથી. વલી જે મુનિ દ્રવ્યથી ભાવથી સુધા ભાખે ક૦ સત્ય બોલે, એતલે દ્રવ્ય તે ષટ્વવ્યાદિક ભાવ તે, તેહના પર્યાય અથવા દ્રવ્યથી બાહ્ય વસ્તુ, ભાવથી અત્યંતર વસ્તુ તે સત્ય કહે, ઇત્યાદિક અનેક પ્રકારે તે જિનેશ્વરની વાણી તે સાચી કહે. એતલે શુદ્ધ પ્રરૂપક હોઈય. ઇતિ ભાવ. ૨૯૪ [૧૫-૩]
સુ૦ મુનિરાજ જ્ઞાનવંત છે. જ્ઞાનીને મળે છે, મન-વચન-કાયાએ કરી સાચા છે, ભાવ અને દ્રવ્યથી સત્ય કહે છે. આ સૌ દ્વારા જિનેશ્વરવાણીના તે સાચા પ્રરૂપક છે.
મૂલ-ઉત્તરગુણ સંગ્રહ કરતા, ત્યજતા ભિક્ષાદોષો, પગિ ગિ વ્રદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૦ ૨૯૫ [૧૫-૪]
૨૧૧
www.jainelibrary.org