Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ પંદરમી
બાળ ‘એકવીસ ગુણ પરિણમે’ એ ૧૧મી ઢાલથી માંડી જેટલી વાત ટબામાં લિખી છે. તે પ્રાŪ ધર્મરત્ન સૂત્રવૃત્તિથી લિખી છે. વલી વિસ્તાર ઘણો છે તે જોઇ લેજ્યો. ઉપાધ્યાયજીઇ પણ તિહાંથી માંડી ઇહાં લગે તેહ ગ્રંથથી જ આણ્યું છે. હવે પનરમો ઢાલ કહે છે. તે પનરમાને ચૌદમા ઢાલ સાથે એ સંબંધ છે જે ચૌદમા ઢાલમાં ભાવસાધુનાં લક્ષણ કહ્યાં તે લક્ષણ કહેતાં મુનિરાજ ઉપર બહુમાન ઊપનું તે બહુમાને હર્ષે કરી પત્તરમા ઢાલમાં સાધુના ગુણવર્ણન કરતાં બોલે છે. એ સંબંધે પન્ન૨મો ઢાલ કહે છે.
(આજ મહારે એકાદશી - એ દેશી)
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાઇ ઉત્તરે, સંયમ કિરિયા નાવે.
ધન્ય તે મુનિ૦૨૯૨[૧૫-૧]
બાળ ધન્ય તે મુનિવરા ક૦ મુનિમાં પ્રધાન જે સમતાભાવે ચાલે એતલે રાગદ્વેષરહિતપણે વિચરે તે ધન્ય. વલી તે મુનિ ભવસાયર કO સંસારસમુદ્ર લીલાઇ ક૦ સહજમાં ઊતરે છે, પાર પામે છે, સંયમ જે ચારિત્ર જે ક્રિયા તદ્રુપ નાવે ફ૦ નાવાઇ કરીને. ૨૯૨ [૧૫-૧]
સુ॰ તે મુનિવરને ધન્ય છે જે સમતાભાવે, રાગદ્વેષરહિતપણે વિચરે છે. આવા મુનિ સંયમ-ચારિત્રરૂપી નાવ વડે ભવસાગરનો સહજમાં પાર પામે છે.
૨૧૦
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org