Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ હવે ચોથું લક્ષણ ક્રિયાને વિષે અપ્રમાદ નામા કહે છે. પ્રથમ શબ્દાર્થ કહીઇ છીઇં. ષટ્કાય જે પ્રથવી પ્રમુખ, તેહનો ઘાત થાય છે. પ્રમત્તને-પ્રમાદીને પડિલેહણાદિક યોગવંતને, એતલે એ ભાવ જે ઉપયોગ વિના પ્રમાદી થકો પડિલેહણાદિક કરતો છકાયનો વિરાધક થાયે. ઉપયોગે કરતો આરાધક થાય. યતઃ
'पडिलेहणं कुणतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ य पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा' ॥१॥ 'पुढविआउकाए तेउ वाउ वणस्सइ तसाणं । પદ્ધિત્તેતાપમત્તો, છબ્દ વિવિાહો હોફ' ારા 'पुढवी आउकाए तेउ वाउ वणस्सइ तसाणं । पडिलेहणा आउत्तो छण्हं पि आराहओ होई' ॥३॥
ઇતિ ઉત્તરાધ્યયન, ૨૬મે અધ્યયને. [ગા.૨૯-૩૦] તથા [ધર્મરત્ન પ્ર., ગા. ૧૧૨ની વૃત્તિ]
માટે એહવું જાણી પ્રમાદી ન હોય, પ્રમાદ કરતાં જૈન દીક્ષાવંત પણ સંસારમાં ભમે, આર્ય મંગુની પરે. તે માટે ક્રિયામાં મુનિરાજ શુભસંયોગ ક૦ ભલા યોગવંત હોય, ભલો ક્રિયાનો સંયોગ કરે, આગમમાં અનેક પ્રકારની ક્રિયા કહી છે તે સર્વ ભલી રીતે કરે. ઇતિ ચતુર્થ લિંગ. ૨૮૭ [૧૪-૧૫]
સુ૦ ચોથું લક્ષણ : ક્રિયાને વિશે અપ્રમાદ : જો ઉપયોગ ન રાખે તો પ્રમાદથી પડિલેહણ કરતો છતાં પૃથ્વી આદિ ષટ્કાય જીવનો ઘાત થાય છે અને આ છ કાયનો તે વિરાધક બને છે. જો ઉપયોગ રાખે અને અપ્રમાદ સેવે તો આરાધક બને છે. પ્રમાદ કરે તો દીક્ષિત થયેલો પણ આર્ય મંગુની પેઠે સંસારમાં ભમે. માટે મુનિ ક્રિયામાં શુભયોગવંત રહે.
જિમ ગુરુ આર્ય મહાગિરી, તિમ ઉજમે બલવંત, બલ અવિષય નવિ ઉજમે, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત.
બાળ હવે પાંચમું લક્ષણ કહે છઇં. શક્તિ અનુષ્ઠાન નામા (૫). જિમ આર્યમહાગિરીજીŪ ઉદ્યમ કર્યો તિમ બલવંત થકો ઉજમેં ક૦ ઉજમાલ થાય, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
૨૦૬
સા૦ ૨૮૮ [૧૪-૧૬]
Jain Education International
www.jainelibrary.org