Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
લાગે, પણ અનાભોગે કરી અતિચાર લાગે. પ્રમાદ ૧ તથા દર્પ ૨ કલ્પઈ કરી લાગે. આકુટ્ટિ તો પ્રાě ચારિત્રિયાને સંભવે નહીં. આકુટ્ટિ પ્રમુખનું સ્વરૂપ છે.
યતઃ
'आउट्टिया उव्विच्चा दप्पो पुण होइ वग्गणाइओ ।
વિાદારૂનો પ્રમાનો જો પુળ જારણે રળ' // [આચારાંગવૃત્તિ]
ઉપલક્ષણથી અનેક પ્રકારની પ્રતિસેવા છે તે સર્વ સમાઇ. તે પ્રાયશ્ચિત્તાદિક લેઇ અને શુદ્ધ થાય એ રીતે કરતાં મુનિરાજ નિઃશંકપણે શ્રદ્ધા ધારે. (ચોથું લક્ષણ). ૨૮૫ [૧૪-૧૩]
સુ૦ (૪) સ્ખલિત પરિશુદ્ધિ - વ્રત પાળતાં કદાચિત કોઈ દોષ લાગે તો તે પ્રમાદ, દર્પ, કલ્પ - એ ત્રણ રીતે લાગે. ઘણુંખરું ચારિત્રીને ચોથો આટ્ટિએ દોષ સંભવે નહીં. ત્યારે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થાય. આમ કરતાં મુનિ નિઃશંકપણે શ્રદ્ધા સેવે.
સરધા થકી જે વિ લહે, ગંભીર આગમ ભાવ, ગુરુવચને પત્રવણિજ્જ તે, આરાધક હોવે સરલસ્વભાવ.
બાળ હવે બીજું લક્ષણ ઉપસંહાર કરતાં ત્રીજું લક્ષણ કે' છે. બધી ગાથાનો અર્થ ભેલો લિખીઇં છે. શ્રદ્ધા થકી જે જે આગમના ગંભી૨ ભાવ છે તે સર્વ જાણે. જે માટે વિધિ ૧, ઉદ્યમ ૨, ભય ૩, વર્ણવ ૪, ઉત્સર્ગ ૫, અપવાદ ૬, તદુભય ૭ ઇત્યાદિક ગંભીર છે. એ ભાવ ન જાણતો હોય તો જમાલિની પરે મિથ્યાત્વ થઈ જાય. હવે ત્રીજું લક્ષણ કહે છે. એહવા ભાવના જાણ હોય તે ગુરુને વચને પન્નવણિજ્જ ક0 પ્રજ્ઞાપનીય, એતલે કેહેવાયોગ્ય પદાર્થ તે પ્રરૂપે, તથા સરલ સ્વભાવે ઇમ ઉપદેશ કરતો આરાધક હોય. ઇતિ ત્રીજું લક્ષણ (૩). ૨૮૬ [૧૪-૧૪]
સુ૦ ત્રીજું લક્ષણ : ઋજુભાવે પ્રજ્ઞાપનીયપણું-પ્રરૂપણા : ગુરુને વચને જે જે કહેવા યોગ્ય પદાર્થ હોય તે પ્રરૂપે, સરળ સ્વભાવે ઉપદેશ કરે. ષટ્કાય થાત પ્રમત્તને, પડિલેહણાદિક યોગ, જાણિ પ્રમાદી નવિ હોઈ, કિરિયામાં હો મુનિ શુભ સંયોગ.
સા૦ ૨૮૭ [૧૪-૧૫]
૨૦૫
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
સા૦ ૨૮૯ [૧૪-૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org