Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણિ, સંવિગ્ન વિબુર્વે આચર્યું કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ.
સા. ર૭૭ [૧૪-૫] બા, એહ જ વાત કહે છે. સૂત્રે ભયું ક0 આગમને વિષે કહ્યું છે. તોહિ પણ અન્યથા ક0 બીજી રીતે જુદું જ ક૦ ફેરફાર, બહુગુણ જાણિ ક0 ઘણો ગુણ જાણીને સંવિગ્ન વિબુધે ક૦ સંવિગ્ન ગીતાર્થ લોકે, આચર્યું ક0 આચરણા કરી, તે કાંઈ ક0 કેટલીક વાતો દીસે છે પણ સું જાણી આચર્યું તે કહે છે. કાલાદિ પ્રમાણ ક0 દુખમાદિક કાલ પ્રમુખનું પ્રમાણ વિચારીને આચર્યું. તેહ જ દેખાડે છે. ૨૭૭ [૧૪-૫]
સુ0 સૂત્ર-આગમમાં જે કહ્યું છે તેનાથી બીજી રીતે સંવિગ્ન ગીતાર્થે આચરણા કરી હોય એવી વાતો જોવા મળે છે. પણ દુષમકાળ આદિનું પ્રમાણ વિચારીને તેઓએ એમ કર્યું છે. કલ્પનું ધરવું ઝૌલિકા, ભાજનંદવરક દાન, તિથી પજુસણની પાલટી, ભોજનવિધિ હો ઈત્યાદિ પ્રમાણ.
સાવ ૨૭૮ [૧૪-૬] બા, પૂર્વ (પૂર્વે) કલ્પક કારણે ઓઢતા અન્યથા ગોચરી પ્રમુખને વિષે વાલીને ખંધે મૂકી ચાલતા એ આગમનો આચાર, હવે તો ગોચરી પ્રમુખને વિષે પાંગરીને જાવું ૧, ચોલપટ્ટ પ્રમુખ પિણિ સમઝવા. પૂર્વે કુણીશું રાખતા, હિમણાં કંદોરે રાખીએ છીઍ. તથા ઝોલિકા ક0 ઝોલી મૂઠીઇ ઝાલી ગ્રંથિ કૂણિઈ ટુકડી બાંધતા, હમણાં હાથમાં ઘાલીઍ છીઍ. ઉપલક્ષણથી ઉપગ્રહી, કટાસણું સંથારીઉ દંડાસણાદિક લેવા. તથા સરપણિ પ્રમુખ વિષે દોરા દેવા. ઈમ સિકી દોરાની ઝોલીના આધાર વિશેષ ઇત્યાદિક, વલી રાત્રે લેપ દેવા તથા પજુસણની તિથિ જે પાંચમની ચોથ કરી તથા ઉપલક્ષણથી ચોમાસા પૂનિમ ટાલી ચૌદસિં કર્યા તથા ભોજનવિધિ પ્રમુખ શાસ્ત્રોક્ત વિના પણ આચરિત પ્રમાણ છે. ભોજનવિધિ તે મંડલીશું બેસવું, વેંચી દેવું ઇત્યાદિક. તથા ૨ વ્યવહારભાખ્યા
'सत्थपरिना छक्काय संजमो पिंड उत्तरज्झाए । रुक्खे वसहे गोवे, जोहे सोही य पुक्खरिणी' ॥१॥
[ધર્મરત્ન પ્ર., ગા. ૮૩ની વૃત્તિ). પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org