Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તે આગમની સ્થિતી ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમનો ઉપાય તે માર્ગ, અથવા માર્ગ તે સંગ્નિ બુધની નીતિ ક૨ સંવિગ્ન જે મોક્ષાભિલાષી બુદ્ધ તે ગીતાર્થ. ઇહાં બહુપદ અધિક્ કહિછે. ઍમ કહિ સંવિગ્ન બહુગીતાર્થની નીતિ ક0 આચરણા - ક્રિયારૂપ એ પણ માર્ગ કહીઈ. એ દોઈ ક0 બે માર્ગના અર્થ કર્યા તેહને અનુસારિણી જે ક્રિયા આગમની અબાધાઈ સંવિગ્નના વ્યવહારરૂપ તે માર્ગાનુસારિણી ક્રિયા કહીશું. એવી ક્રિયા પાલે તે ન લહે ભીતિ ક0 કદાપિ ન હોય એ ગાથાર્થ : હવે સંવિગ્ન બહુગીતાર્થની નીતિ, એહના પદચ્છેદ કરીઈ ઍઇ. સંવિગ્ન પદ કહ્યું તે અસંવિગ્ન ટાળવા માટે. અસંવિગ્ન ઘણા મિલીને આચર્યું હોય તોહિ પણ પ્રમાણ નહીં. યદું વ્યવહાર:
_ 'जं जीयमसोहिकरं पासत्थपमत्तसंजयाईहिं ।
વહુ વિ ડાયર પમનું યુદ્ધવિરામાં I? (દ.ગુ.પ્ર., ૧૯૪]
બહુગીતાર્થ પદ મૂક્યું એનું હેતુ જે એક ગીતાર્થે આચર્યું હોય તે કદાચિત્ અનાભોગે અનવબોધાદિક કારણે વિપરીત પણિ આચર્યું હોય, તે પણ પ્રમાણ ન થાય. તે માટે બહુજન પદ મૂક્યું જે માટે બહુગીતાર્થ આચરે તે અવિતથ હોઇં. ઇહાં પ્રશ્ન શિષ્ય કરે છે. આગમ તે માર્ગ કહિવો તે યુક્ત છે, પણ બહુજનાચીર્ણ તે ન ઘટે. ઘણા લોકોઍ તો લૌકિક માર્ગ આચર્યો હોય તે માટે આગમ તે પ્રમાણ, પણ બહુલોક-આચરણ પ્રમાણ નહીં. વલી આગમ તે જયેષ્ઠ છે. બહુજન-આચરણા તે અનુયેષ્ઠ છે. લૌકિકમાં પણ જ્યેષ્ઠ મૂકી અનુયેષ્ઠનું પૂજન ઘટે નહીં. તથા આગમ તો કેવલી પણ અપ્રમાણ ન કરે. યત
'अहो सुओवउत्तो सुअनाणी जइ वि गिण्हइ असुद्ध, तं केवली वि भुंजइ, अपमाणं सुयं भवे इहरा' ॥१॥
[ધર્મરત્ન પ્ર. ગા ૮૦ની વૃત્તિ, તથા આગમ છતાં આચરણા પ્રમાણ કરીએ તો આગમને લધુતા પણ થાય ઇતિ. ઇહાં ગુરુ ઉત્તર દિઇ છેસંવિગ્ન ગીતાર્થ આગમ અપેક્ષા વિના આચરે જ નહીં. હું આચરે તે કહે છે :
'दोसा जेण निरुज्झंति, जेण खिजति पुवकम्माइं।
सो सो मुख्खोवाओ, रोगावत्थासु समणं व ॥१॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org