Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ગુણઠાણા પ્રમુખને વિશે તો મહાવિભાવમાં બેઠો છે, પણ ભાવના અપેક્ષાઈ જિણઆણા છે. ઇતિ ભાવઃ, ૧૫૯ [૮-૨૨]
સુ॰ જે સમકિતી જીવ મિથ્યાત્વ ગુણઠાણે પાછો આવીને ફરી સિત્તેર કોડાકોડીની સ્થિતિ બાંધતો નથીતેને અપુનબંધક કહેવાય. ત્યાંથી માંડીને છેલ્લા અયોગીકેવલી ચૌદમા ગુણસ્થાનક સુધી જિનેશ્વરની આજ્ઞા છે અને જ્ઞાની મહાત્માઓ તેને જ માર્ગ કહે છે. ભાવની અપેક્ષાએ જ આમ કહેવાય છે. એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ,
તે એકાંતમતિ નવિ ગ્રહિ, તિહાં નયવિધિ છે ભૂરિ.
મન૦૧૬૦ [૮-૨૩]
બા૦ તથા વલી શાસ્ત્રમાં એકલી અહિંસામાં આજ્ઞા છે. યથા “સબ્જે નીવા ન મંતવ્યા’ઇતિ ‘આચારાંગા’દિક વચન થકી, ભાખે પૂર્વસૂરિ ક૦ પૂર્વાચાર્ય યદ્યપિ કહે છે. તથાપિ એ પાઠ એકાંતતિ ક૦ એકાંત પક્ષે, નવી ગ્રહીઇ ક૦ ન અંગીકાર કરીઇં. એતાવતા તે અહિંસા પણિ સ્યાદ્વાદમર્તિ અંગીકાર કરીઇં. યથા મુનિરાજ નવ કોટી પચ્ચખાણ કરીને નદી ઊતરે તો પચ્ચખાણ કરતી વેલા નદી મોકલી તો રાખી નથી, પણ તે પચ્ચખાણ પણ સ્યાદ્વાદેં છે, એકાંતે નથી ઇમ જાણવું. ઇતિ ભાવઃ તે માટે તિહાં નયવિધિ છે ભૂરિ કળ તે અહિંસાને વિષે નયવિધિ ઘણો છે, તે તો નય વાત સમઝે તે જાણે. ઇતિ ભાવઃ. એતલે અહિંસા અનેક પ્રકારની છે. ઇતિ ભાવઃ, ૧૬૦ [૮-૨૩]
સુ૦ ‘અહિંસામાં આજ્ઞા છે’ એમ પૂર્વસૂરિઓએ કહ્યું છે તેનો સ્વીકાર એકાંત મતથી ન કરાય, પણ સ્યાદ્વાદ મતે જ કરાય. જેમ સાધુ અહિંસાનું વ્રત લઈને નદી ઊતરે છે તો તે પચ્ચકખાણ સ્યાદ્વાદે છે, એકાંતે નથી એમ સમજવું. અહિંસાને વિશે નયનો વિધિ ઘણો છે. અહિંસા અનેક પ્રકારની છે.
આત્મભાવ હિસનથી હિંસા, સઘલાઈ પાપસ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. મન૦૧૬૧[૮-૨૪]
બાળ તેહ જ વાત દેખાડે છે. આત્મભાવ હિંસનથી ક૦ જે કરણી કરતાં પોતાનો આત્માભાવ હણાણો તો હિંસા ક૦ હિંસા લાગે. તથા સઘલાઇ પાપ થાન ક૦ આત્મભાવ હણતાં થકાં અઢારે પાપસ્થાનક લાગે. તથા તેહ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org