Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ નવમી બાહવે નવમી ઢાલ માંડીઈ છઇં. તેમને પૂર્વ ઢાલ સાથે એક સંબંધ છે, જે પૂર્વઢાલને અંતે નર્યો કરી હિંસા ફેલાવી તે નયે હિંસા તો સમઝાય, જો ટીકા, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ માનીશું. કેવલ સૂત્રે ન સમઝાય. સૂત્ર તે સૂચા સૂિચના] માત્ર હોય. માટે અર્થ નથી માનતા તેહને શિખ્યા દેવા સારૂ એ ઢાલ કહે છે. એક સંબંધે કરી આવી જે ઢાલ તેમની પ્રથમ એ ગાથા.
(ચૈત્રી પૂનમે અનુક્રમે – એ દેશી) કોઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર, જીજી, આપમતિ અવલું કરે ભૂલા તેહ ગમાર, જીન,
તુઝ વયણે મન રાખી. ૧૬૫ [૯-૧] બાકોઇક ક0જે ઢંઢક, લંપાક, નામ ન દેવા યોગ્ય તે માટે, કોઇક કહ્યા. સૂત્ર જ આદરે ક0 નિઃકેવલ સૂત્ર માને છે. ઈહાં એવંકાર તે વૃજ્યાદિક નિષેધવાચક છે, તથા અર્થ ક0 ટીકા પ્રમુખ તે નથી માનતા. જિનજી ક૦ હે રાગદ્વેષના જીતણહાર ! હે વીતરાગ ! તે કેહવા છે? આપમતિ ક0 સ્વછાંદાના ચાલણહાર છે. પણ આગમાનુયાયી નથી ચાલતા, અવલું કરે ક0 જેટલું કાર્ય એટલું અવલું કરે છે. ભૂલા તેહ ગમાર ક0 તે મૂર્ખ ગમાર ભૂલા ભમે છે. જે કારણે સૂત્ર તો ગણધરનાં રચ્યાં અને અર્થ તો તીર્થકરનો કહ્યો. યતઃ- [વિશેષાભાષ્ય,ગા.૧૧૧૯] પં. પદ્યવિજયજીકૃત બાલાવબોધ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org