Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તથા પરલોગ વિરુદ્ધ ખરકમ્માદિ પનર કર્માદાન તથા ઉભયલોક વિરુદ્ધ ધૂતાદિ સાત વ્યસન, એ સર્વ ન હોય તથા ધર્મે સૂર ક0 ધર્મનો અધિકારી હોય એ ચોથો ગુણ થયો.
મલિન ભાવ મનથી ત્યજીને કરી સકે ક0 ધર્મ કરી સકે. એટલું ધર્મપદ બાહિરથી લીજે. તે અક્રૂર કહીશું. જે કારણ માટે લોકપ્રિય તથા અક્રૂર એ ૨ (બે) ગુણનો લક્ષણ “ધર્મરત્નપ્રકરણ” (ગા.૧૧-૧૨] મધ્યે ઇમ જ વખાણ્યું છે. યથા -
'इह-परलोय विरुद्धं न सेवए दाण-विणय-सीलड्डो । लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं ॥ १ ॥ कूरो किलिट्ठभावो, सम्मं धम्मं न साहिउं तरइ । इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो ॥ २ ॥
એ ગાથાને અનુસારે અર્થ કર્યો છે. વલી વિશેષબુદ્ધિ અવિરોધપણે સૂઝે તો વિશેષ કરયો. પાંચમો ગુણ) ૨૨૨ [૧૧-૮].
સુ0 ૪. ઈહલોક વિરુદ્ધ ન સેવે, પરલોક વિરુદ્ધ ખરકમ આદિ પંદર કમદિાન ત્યજે, ઉભયલોક વિરુદ્ધ ધૂત આદિ સાત વ્યસન ત્યજે, ધર્મમાં શૂર હોય, ૫. મનથી મલિન ભાવ ત્યજીને ધર્મ કરે તે અક્રૂર છે ઈહ-પરલોક અપાયથી, બીહે ભીક જેહ, અપયશથી વલી ધર્મનો, અધિકારી છે તેહ. ૨ ૨૩ [૧૧-૯].
બાળ હવે ભીરુ ગુણ વખાણે છે. ઈહલોક તથા પરલોકના અપાયથી ક0 કષ્ટથી બીહે તથા વલી અપયશથી બીહે. ઇહાં બીહે પદ વલી જોડીઇં. તે ભીરુ કઇં. તે ધર્મનો અધિકારી જાણવો. [૬ઢો ગુણ]. ૨૨૩ [૧૧-૯]
સુ) ૬. ઈહલોક-પરલોકના કષ્ટથી તથા અપયશથી ડરે તેને ધર્મનો અધિકારી જાણવો. અશઠ ન વંચે પuતે, લહે કીર્તિ વિશ્વાસ, ભાવ સાર ઉદ્યમ કરે, ધર્મ ઠામ તે ખાસ. ૨ ર૪ [૧૧-૧૦
બાળ અશઠ ક0 માયાવી નહીં એ ગુણવંત પરને વંચે નહીં. લોકમાં કીર્તિ પામે. પ્રશંસવા યોગ્ય હોય. લોક પણિ વિશ્વાસ તેહનો કરે. ભાવ સાર ક0 સ્વચિત્ત રીઝવે પણ પર રીઝવવા માટે [ઉદ્યમ ન કરે. તથા ચોક્તપં. પદ્મવિજયજીકત બાલાવબોધ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org