Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ) પાંચમું લક્ષણ : ગુરુશુશ્રુષા : ગુરુસેવી ચાર પ્રકારના છે. (૧) ગુરુની સેવના કરે, (૨) બીજા પાસે સેવા કરાવે, (૩) ગુરુને ઔષધ આદિ આપે, (૪) ગુરુ અને ગુરુપરિવારનું બહુમાન કરે. અહીં ગુરુ એટલે ધર્મગુરુ અભિપ્રેત છે. આ ચાર પ્રકાર વિસ્તારથી–
(૧) અવસર પામીને સેવા કરે, વગર અવસરે ન કરે. ધર્મધ્યાનનો છેદ ન કરે, જીર્ણ શ્રેષ્ઠીની પેઠે. તિહાં પ્રવત્તવે પર મતે ગુણ ભાખી નિજ પર છતે સંપાદે ઊષધ મુખ વલી, ગુરુભાવું ચાલે અવિચલી.
૨૪૯[૧૨-૧૩] બાઇ તિહાં પ્રવર્તા[વાઇ ક0 ગુરુસેવાને વિષે પ્રવર્તાવે, પર પ્રસ્તે ક0 પરને, ગુરુગુણ ભાખી ક0 ગુર્નાદિકના ગુણવર્ણવ કરીને. એટલે એ ભાવ જે પોતે ગુર્નાદિકના ગુણવર્ણ કરે, તેહથી પર પ્રમાદી હોય તેહ પણ ગુરુસેવામાં પ્રવર્તે ઇતિ ભાવ (૨). નિજ ક0 પોતાથી પર છતે ક0 પર થકી સંપાદે ક0 આપે, અપાવે, ઊષધ પ્રમુખ વલી ક0 ઊષધ, પ્રમુખ તેમાં એક દ્રવ્ય તે ઊષધ, અથવા બાહ્ય ઉપયોગી તે ઊષધ અનેક દ્રવ્યસંયોગ અથવા શરીરમાં ભોગવવા યોગ્ય ભૈષજ. વલી પ્રમુખના શબ્દ જે સંયમોપકારી વસ્તુ જોઈઇ તે આપે અથવા અપાવે (૩). ગુરુભાવે ચાલે ક0 ગુરુને અભિપ્રાયે ચાલે એટલે ગુરુનું બહુમાન કરે તથા ગુરુને અનુયાયી ચાલે, અવિચલી ક0 અચલ થકો (૪). ૨૪૯ [૧૨-૧૩] .
સુ) (૨) ગુરુના ગુણવર્ણન દ્વારા અન્યને પણ ગુરુસેવામાં પ્રવાવિ. (૩) ઔષધ તેમજ અન્ય ઉપયોગી કવ્યો આપે-અપાવે. (૪) ગુરુનું બહુમાન કરે, ગુરુને દૃઢપણે અનુસરે, સૂત્ર' અર્થ ઉસ્સગ વવાય, ભાવે, વ્યવહારે સોપાય, નિપુણપણું પામ્યું છે જેહ, પ્રવચનદક્ષ કહીજે હવે
૨૫૦ [૧ર-૧૪) બાળ હવે ભાવશ્રાવકનું છઠું લક્ષણ પ્રવચનદક્ષનામા વખાણે છે. તે પ્રવચન = આગમ છ ભેદે છે. તે માટે શ્રાવક પણ છ ભેદ જાણવો તે કહે પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org