Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ અનભિનિવેશી હોય તે અવિતથ ક0 યથાર્થ ગણે ક0 માને. ગીતારથ ભાષિત ક0 જે ગીતાર્થ બોલે, ગીતારથ કહે તે યથાર્થ જાણે, તથા ગીતાર્થ પાસે સાંભલે (૪). શ્રદ્ધાપૂર્વક સાંભળવા ચાહ ક0 વાંછે. ઉપલક્ષણા થકી શ્રદ્ધા-ઇચ્છાપૂર્વક અનુષ્ઠાન કરે. એવી શ્રદ્ધા વિના સમકિતની શુદ્ધિ કહાંથી થાય? યત:
'सवणकरणेसु इच्छा, होइ रुई सद्दहाणसंजुत्ता । પણ વિUT #7ો, સુદ્ધી સખત્તરપક્સ' [ધર્મરત્ન પ્ર. ગા. ૪૬] ઇતિ. સમક્તિનો મોટો ઉચ્છાહ ક0 હર્ષ છઇં. (૫).૨૪૬[૧૨-૧૦].
સુ0 (૪) જે ગીતાર્થ કહે તે યથાર્થ સાંભળે – જાણે (૫) શ્રદ્ધાપૂર્વક ગીતાર્થને સાંભળવા ચાહે. અવિત કથન, અવંચક ક્રિયા, પાતિક પ્રકટ, મૈત્રી પ્રિયા, બોધિ બીજ સભાä સાર, યાર ભેદ એ ઋજુ વ્યવહાર.
૨૪૭ [૧ર-૧૧] બાહવે ભાવશ્રાવકનું ચોથું ઋજુ વ્યવહારનામા લક્ષણ કહે છે. તે ઋજુ વ્યવહાર તે પ્યાર ભેદે છે. અવિતથ કથન ક0 યથાર્થ બોલે, ધર્મવ્યવહારમાં પરને ઠગવા માટે ધર્મને અધર્મ ન કહે, અધર્મને ધર્મ ન કહે, ક્રયવિક્રય વ્યવહારમાં લેવેદેવે જૂઠું ન બોલે તથા સાક્ષી વ્યવહારમાં રાજકુલે પણ અલિક સાખી ન પૂરે. તથા ધર્મની હાંસી થાય એવું પણ ન બોલે. ઇતિ પ્રથમ ભેદ) (૧).અવંચક ક્રિયા ક0 પરને કષ્ટ ઊપજે એવી ક્રિયા ન કરે. સરીખા સરીખી વસ્તુ ભૂલી ન દીસું અથવા તાકડી પ્રમુખમાં અધિકું-ઓછું લેવેદેવે પરને ન ઠગે. તથા આ ભવમાં પણ વંચનક્રિયા તે કેવલ પાપ જ દેખતો પર ઠગવાથી નિવર્તે. યદ્યપિ અવંચક કિયા તે પોતાનો આત્મા ઠગાય નહીં. યોગઅવંચક, ક્રિયાઅવંચક, ફલાવંચક ઇત્યાદિક પૂર્વના ટબામાં અર્થ લિખ્યો છે. પણ ધર્મરત્ન” ગ્રંથમાં એ રીતે નથી, માટે અમ્યું નથી લિખો.(૨)
પાતિક પ્રકટન ક0 કોઇક પાપ કરતો હોય તેહને પ્રકટન ક0 અપાય કહી દેખાડે જે “ભદ્ર! પાપ કરતાં અનર્થ થાય' ઇત્યાદિ. પણ ઉવેખે નહીં, (૩). મૈત્રી પ્રિયા ક0 નિઃકપટપણે મિત્રાઈ કરઈ, સભાવે કરી, પણ ખોટાં ભાવે મિત્રાઈ ન કરે (૪). પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org