Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એ ચ્યાર ભેદે કરી ઋજુ વ્યવહાર કહી છે. જો એહથી વિપરીત ચ્યારે બોલ કરે એતલે યથાર્થ ન બોલે ઇત્યાદિક, તો બોધિબીજ જાઇ ઇમ ધર્મરત્ન'માં કહ્યું છે. માટે ઉપાધ્યાયજીઈ ઍમ કહ્યું જે સાર બોધિબીજ પામે. જે એ ૪ બોલ પાળે તે. હવઇ ભાવશ્રાવકનું પાંચમું લક્ષણ ગુરુસુશ્રુષાનામા કહે છે. ૨૪૭. [૧૨-૧૧]
છ ચોથું લક્ષણઃ ઋજુ વ્યવહાર : આના ચાર ભેદ છે (૧) અવિતથ કથન- યથાર્થ બોલે. ધર્મવ્યવહારમાં, કયવિજયમાં, લેવડદેવડમાં, જુઠું ન બોલે, ખોટી સાક્ષી ન પૂરે, ધર્મની હાંસી થાય એવું ન બોલે, (ર) અવંકિયા-બીજાને કષ્ટદાયક ક્રિયા ન કરે, સારીમાં ખરાબ વસ્તુ ભેગી ન આપે, વજનમાં ઓછું-વતું તોળી ઠગે નહીં, અન્યને ઠગવામાંથી નિવર્તે. (૩) પાતિક પ્રક્ટન-પાપ કરનારને ટકોરે ખરો, પણ એને ઉવેખે નહીં. (૪) મૈત્રીશિયા - નિષ્કપટભાવે સદ્દભાવથી મૈત્રી કરે. આચાર ભેદથી વિપરીત કરે તો બોધિબીજ જાય એમ “ધર્મરત્ન' માં કહ્યું છે. પણ જો આ ચાર બોલ પાળે તો બોધિબીજ પામે એમ ઉપાધ્યાયજી કહે છે. ગુરુસેવી ચઉવીહ સેવના, કારણ, સંપાદન, ભાવના, સેવે અવસરિ ગુને તેહ, ધ્યાન-યોગનો ન કરે છે.
૨૪૮ [૧૨-૧૨) બાતે ગુરુસેવી ચઉવીહ ક0 ચાર પ્રકારિ છે. સેવન ક0 સેવના કરે ગુરુની (૧). કારણ ક0 બીજા પાસે સેવા કરાવઇ (૨). સંપાદન ક0 ગુર્નાદિકને ઊષધાદિકનું દેવું (૩). કરઈ ભાવના ક0 બહુમાન ગુર્નાદિકનું કરે, ગુરુપરિવારનું બહુમાન કરે, હાં ગુરુ તે ધર્મગુરુ લેવા, પણ માતાપિતાદિક ગુરુ ન લેવા. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૪૯ની વૃત્તિ
'धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मप्रवर्तकः । सत्वेभ्यो धर्मशास्त्राणां, देशको गुरुरुच्यते ॥ १ ॥ (४).
હવે એ ચ્યારે ભેદનો અર્થ કરે છે. અવસર પામીને ગુરુની સેવા કરે પણ વિગર અવસરે ન કરે, તેહ જ કહે છે, ધ્યાન જે ધર્મધ્યાનાદિક, યોગ તે પ્રત્યુપેક્ષણા આવશ્યકાદિક, તેહનો ન કરે છેહ ક0 છેદ ન કરે, એતલે વ્યાઘાત ન કરે, જીર્ણ શ્રેષ્ઠીવતું. ૨૪૮ [૧૨-૧૨]. ૧૭૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
* !*-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org