Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ એ સંપૂર્ણ ર૧ ગુણે સહિત હોય તે ઉત્તમ કહીશું. પાદે ક0 ચોથે ભાગે હીન હોય તે મધ્યમ કહીછે. તથા અર્થે હીન હોય તે જઘન્ય જન કહી છે. એ થકી અર્ધ થકી હનગુણ હોય તે અપર કહી છે. તે દરિદ્રીદીન જાણવા, જે કારણ માટે દરિદ્રી હોય તે પોતાના ઉદર ભરવાની ચિંતાઇ વ્યાકુલપણે કરી રત્નના ક્રયવિક્રયની ચિંતા પણ ન હોય, તિમ હનગુણી ધર્મરત્નનો મનોરથ પણિ ન કરી શકે અતિ ભાવ:. યત
'पायद्धगुणविहीणा, एएसिं मज्झिमा वरा नेया ।।
પ્રો રે ઢીંગ, પાયા પુયા II [ધર્મરત્ન પ્ર., ગા.૩૦] ૨૩૫ [૧૧-૨૧].
સુવે આ ૨૧ ગુણે સંપૂર્ણ હોય તે ઉત્તમ છે. ચોથા ભાગની ઊણપવાળો મધ્યમ કહેવાય, અર્ધા ભાગની ઊણપવાળો જઘન્ય ગણાય, એથીયે હીનગુણી હોય તેને દરિદ્ર – દીન જાણવો. જેમ કોઈ દરિદ્ર પેટ ભરવાની ચિંતામાં રત્નના ખરીદ-વેચાણની ચિંતા ન કરી શકે તેમ હીનગુણી આવ ધર્મરૂપી રત્નનો અભિલાષ પણ ન કરી શકે. અરજે વરજી પાપને એહ ધર્મ સામાન્ય પ્રભુ તુઝ ભગતિ જસ લહે તેહ હોઈ જન માન્ય. ૨૩૬ [૧૧-૨૨)
બા) પાપને વરજીને એહ સામાન્ય ધર્મ જે શ્રાવકધર્મ અરજે ક0 ઉપાર્જે તે પ્રાણી હે પ્રભુ! તાહરી ભક્તિ કરીને જસ લહે ક0 જસપ્રતિષ્ઠા પામે. એટલે એહવા ૨૧ ગુણવંત હોય તે તાહરી ભક્તિ કરે જ. ઇતિ ભાવઃ, તથા તે પ્રાણી સર્વલોકને માન્ય હોય. ૨૩૬ [૧૧.૨૨]
સુ0 પાપ ત્યજી જે શ્રાવકધર્મ ઉપાર્જે તે પ્રાણી હે પ્રભુ ! તારી ભક્તિ કરીને યશ પામે. આવા એકવીસ ગુણે યુક્ત હોય તે તારી ભક્તિ કરે જ, અને એ જીવ સર્વને માન્ય બને
(એ દૂહામાં શ્લોક ૧૧૬ અક્ષર ૨૨૯ છે.)
૧૬૯
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org